મુંબઇ,તા. ૨૨
કેટરીના કેફ અને રિતિક રોશનની જાડી ફરી એકવાર ધુમ મચાવવા માટેની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામા ંઆવી છે.આ ફિલ્મમાં રિતિક રોશન લીડ રોલમાં નજરે પડનાર છે. ફિલ્મની સાથે જાડાયેલા લોકોની બાબત પર વિશ્વાસ કરવામાં આવે તો રિમેક ફિલ્મમાં કેટરીના કેફ નજર પડનાર છે. ફિલ્મમાં જારદાર એક્શન સીન રાખવામાં આવી શકે છે. ફિલ્મને નવી રીતે રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. અગાઉ રિતિક રોશન અને કેટરીના કેફ બેંગ બેંગ ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. હવે બંનેની જાડી ફરી ચમકનાર છે. કેટરીના કેફ હેમા માલિનીની ભૂમિકા અદા કરનાર છે. પહેલા એવા હેવાલ આવી રહ્યા હતા કે ફિલ્મમાં દિપિકાને લેવામાં આવનાર છે. જા કે હવે આને રદિયો આપવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટરીના કેફને સાઇન કરી લેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રોલ માટે કેટલીક એ ગ્રેડની અભિનેત્રીના વિષય પર ચર્ચા કરવામાં આવ્યા બાદ આખરે કેટરીના કેફ પર પસંદગી ઉતારી દેવામાં આવી છે. કેટરીના કેફ પોતે પણ આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે. મુળબુત ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની મુખ્ય ભૂમિકા હતી. બચ્ચને સૌથી મોટા ભાઇની ભૂમિકા અદા કરી હતી. રીમેકમાં ્ અમિતાભના રોલમાં રિતિક રહેનાર છે. અન્ય કલાકારોની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. જેમાં હજુ સમય લાગી શકે છે. કેટરીના અને રિતિક રોશનની ફિલ્મ પહેલા પણ ચાહકોને પસંદ પડી ચુકી છે. જેથી ઉત્સુકતા વધી ગઇ છે.