Sunday, May 18, 2025
HomeSportsCricketરોહિત શર્મા નીકળી શકે છે વિરાટ કોહલીથી આગળ, WTCની ફાઇનલમાં ઈતિહાસ રચવાની...

રોહિત શર્મા નીકળી શકે છે વિરાટ કોહલીથી આગળ, WTCની ફાઇનલમાં ઈતિહાસ રચવાની તક

Date:

spot_img

Related stories

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...
spot_img

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઇનલ મેચ રમાશે

લંડનના ઓવલના મેદાનમાં ફાઇનલ મેચ 7 જૂનથી શરુ થશે

IPLની 16મી સીઝન પૂરી થયા બાદ ક્રિકેટ પ્રેમીઓની નજર હવે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલના મેદાનમાં શરુ થશે. આ ફાઈનલમાં રોહિત શર્મા પાસે ઈતિહાસ રચીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક છે. 

ભારતીય ક્રિકેટની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 પર છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાન પર છે. આ બંને ટીમો વચ્ચેની ફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી શકે છે. આ ફાઈનલ મેચ કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ મહત્વની છે. રોહિત ભલે આ વખતે તેની કેપ્ટનશીપમાં મુંબઈને IPL ટ્રોફી ન જીતાડી શક્યો પરંતુ હવે તેની પાસે WTCની ફાઈનલ મેચમાં ઈતિહાસ રચવાની તક છે.

રોહિત પાસે વિરાટથી આગળ નીકળવાની તક

રોહિત શર્મા WTCની ફાઈનલમાં ટીમને જીત અપાવશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે. વિરાટ કોહલી પણ પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે એકપણ ICC ટાઇટલ જીતી શક્યો નથી. આ સ્થિતિમાં રોહિત પાસે કેપ્ટન તરીકે ICC ટ્રોફી જીતીને વિરાટ કોહલીથી આગળ નીકળવાની તક રહેશે.

રોહિતનું ફોર્મ વધારી શકે છે ટીમનું ટેન્શન

રોહિત શર્માનું ફાઈનલ મેચ પહેલા ફોર્મ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. રોહિત IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે 20.75ની એવરેજથી માત્ર 332 રન જ બનાવી શક્યો હતો. જો કે શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

ભારતીય ટીમે 10 વર્ષથી એક પણ ICC ટ્રોફી જીતી નથી

ભારતીય ટીમ દસ વર્ષથી એકપણ ICC ટ્રોફી જીતી શકી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જો કે ટીમ ઈન્ડિયા ઘણી વખત સેમીફાઈનલ કે ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ટાઈટલ જીતી શકી ન હતી.

WTC ફાઈનલ માટેની ટીમ ઈન્ડિયા 

રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (wkt), કેએસ ભરત (wkt), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ

સ્ટેન્ડબાય ખેલાડીઓ 

યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here