PSGએ મેસ્સીના નેતૃત્વમાં બે સિઝનમાં બે ફ્રેન્ચ લીગ અને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી

0
2

અનુભવી ખેલાડી ઝ્લાટન ઈબ્રાહિમોવિકે એસી મિલાન છોડીને નિવૃત્તિ જાહેર કરી

આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લિયોનેલ મેસીએ પેરિસ સેન્ટ જર્મન માટે દર્શકોની ‘હૂટિંગ’ વચ્ચે તેની છેલ્લી મેચ રમી હતી. પહેલાથી જ ફ્રેન્ચ લીગના ખિતાબની ખાતરી ધરાવતી PSG તેની છેલ્લી મેચમાં ક્લેરમોન્ટ સામે 3-2થી હારી ગઈ હતી. PSG સમર્થકોએ મેસ્સી માટે કોઈ સન્માન ન દેખાડ્યો અને જ્યારે અનાઉન્સરે સ્ટાર ખેલાડીના નામની જાહેરાત કરી ત્યારે દર્શકોએ ‘હૂટ’ કર્યો હતો.

મેસ્સીએ ક્લબ, પેરિસ શહેર અને તેના લોકોનો આભાર વ્યક્ત કર્યો

અનાઉંસ થયાના થોડીવાર પછી મેસ્સી તેના ત્રણ બાળકો સાથે હસતાં હસતાં મેદાનમાં પ્રવેશ કર્યો હતો. તેણે પાછળથી PSGની વેબસાઇટને કહ્યું “હું આ બે વર્ષ માટે ક્લબ, પેરિસ શહેર અને તેના લોકોનો આભાર વ્યક્ત કરું છું, હું ભવિષ્ય માટે તમને શુભકામનાઓ આપું છું.’ PSGએ મેસ્સીના નેતૃત્વમાં આ બે સિઝનમાં બે વખત ફ્રેન્ચ લીગ અને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ દરમિયાન મેસ્સીએ ક્લબ માટે તમામ સ્પર્ધાઓમાં 32 ગોલ અને 35 ગોલમાં મદદ કરી હતી. આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને PSG સાથેનો કરાર આગળ વધાર્યો નથી. તે હવે સાઉદી અરેબિયામાં રમે તેવી શક્યતા છે.

આ સ્ટાર ખેલાડીઓએ પણ પોતાની ક્લબને અલવિદા કહી દીધું

કરીમ બેન્ઝેમાએ 14 વર્ષ પછી રીઅલ મેડ્રિડ છોડી દીધું છે, સ્પેનિશ ક્લબે રવિવારે આની પુષ્ટિ કરી હતી. આ સિવાય સેર્ગીયો રામોસ, માર્કો એસેન્સિયો, એડન હેઝાર્ડ, જોર્ડી આલ્બા, સર્જીયો બુસ્કેટ્સ અને જુડ બેલિંગહામે પણ સિઝનના અંતે પોતપોતાની ક્લબ છોડી દીધી છે. સર્જિયો રામોસે PSG, એસેન્સિયો અને હેઝાર્ડને રીઅલ મેડ્રિડ, આલ્બા અને બુસ્કેટ્સે બાર્સેલોના અને જુડ બેલિંગહામને ડોર્ટમંડને અલવિદા કહ્યું હતું. અનુભવી ખેલાડી ઝ્લાટન ઈબ્રાહિમોવિકે એસી મિલાન છોડીને નિવૃત્તિ જાહેર કરી હતી.