

જાનબાઈ માં ની કૃપાથી અને વડીલો ના આશિર્વાદથી તેમજ યુવાનો અને કમીટી સભ્યો ની મહેનત તથા દાતાશ્રીઓના સહયોગ થી સમસ્ત દેરડી (જાનબાઈ) ગામ પરિવાર સુરત નુ નવમા સ્નેહમિલન નુ ખુબ જ સુંદર આયોજન થયુ હતુ જેમા સૌ પ્રથમ રાષ્ટ્રગાન અને દિકરીઓ થકી સ્વાગત ક્રુતિ દ્વારા કાર્યક્રમ ની સુંદર શરુઆત થઈ હતિ તેમજ વડીલો તેમજ દાતાશ્રીઓ દ્વારા ગામ ના તેજસ્વી વિદ્યાર્થિઓને ઇનામ અને આશિર્વાદ આપી પ્રોત્સાહન અપાયુ જેમા સામાજિક કાર્યકર્તા અને યોગા શિક્ષક સુરજભાઈ મિયાણી મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા દેશ સમાજ રાષ્ટ્રનું મહત્વ સમજાવીને યુવાનોને પ્રેરણિત કર્યા હતા અને ત્યાર બાદ કોઈપણ જ્ઞાતિ જાતીના ભેદ રાખ્યા વગર સમસ્ત ગામ જનોએ સાથે ભોજન લીધું હતુ તા,૦૨/૦૬/૨૪ ને રવિવારે સાંજે ૬-૦૦ કલાકે ગોવર્ધન ફાર્મ જકાતનાકા સુરત બહુ સુંદર અયોજન થયુ હતુ