
વડોદરા : વડોદરામાં હજી પણ મગરો બહાર આવી જવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે જાંબુવા વિસ્તારમાંથી ભૂલા પડી ગયેલા મગરના બે બચ્ચાંનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.જાંબુઆ ખાતે નવી બંધાઈ રહેલી સાઈટના પીડલર પાસે રાત્રે દોઢ ફૂટ અને બે ફૂટના મગરના બે બચ્ચા જોવા મળતા શ્રમજીવીઓએ જીવદયા કાર્યકરોને જાણ કરી હતી.જીવદયા કાર્યકરોએ મગરમાં બચ્ચાને કોઈ તકલીફ ના પડે તે રીતે સાવધાની પૂર્વક બંનેનું રેસક્યુ કર્યું હતું અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. બંને બચ્ચા રાત્રે માતાની સાથે બહાર નીકળ્યા હોય અને વિખુટા પડી ગયા હોય તેમ માની શકાય છે.