Monday, October 5, 2026
HomeGujaratAhmedabadનવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!, નહીંતર લાખ રૂપિયાનો...

નવું મકાન કે રિનોવેશન કરાવવાનું હોય તો અમદાવાદીઓ ચેતજો!, નહીંતર લાખ રૂપિયાનો દંડ થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : અમદાવાદમાં મકાન રીપેરીંગ કે તેને તોડીને નવા બનાવતી વખતે નીકળતા ડીમોલીશન વેસ્ટના નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ કરાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરના જાહેર રસ્તા કે ફુટપાથ તેમજ અન્ય જગ્યાએ નિકાલ કરનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ રુપિયા સુધીની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. મ્યુનિસિપલ હદ વિસ્તારમાં મકાનના રીપેરીંગ કે નવા બાંધકામ જેવા કારણોથી ઉતપન્ન થતા માટી,પુરણી,બિલ્ડિંગ ડેબરીઝ વગેરે નાંખવા સાત ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૫ પ્લોટ નકકી કરવામાં આવ્યા છે. આ પ્લોટમાં નાગરીકોએ તેમના સ્વખર્ચે ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવવાનો રહેશે.આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ઉતપન્ન થતા ડીમોલીશન વેસ્ટના યોગ્ય નિકાલ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો ચુસ્ત અમલ કરાવવા તંત્રને તાકીદ કરી છે.કોઈ કારણસર નાગરિકો તેમના મકાનના ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરી શકે એમ ના હોય તે સી.સી.આર.એસ. ઉપર ૧૫૫૩૦૩ નંબર ઉપર ફરિયાદ નોંધાવી નિયત દર ચૂકવી ડીમોલીશન વેસ્ટનો નિકાલ કરાવી શકશે.આ એસ.ઓ.પી.સરકારી,મ્યુનિ.ના નવા પ્રોજેકટમાં પણ લાગૂ પડશે.શહેરના સાત ઝોનમાં જાહેર જગ્યા,રસ્તા કે ફુટપાથ ઉપર ડીમોલીશન વેસ્ટ પડી ના રહે એ માટે હાલ ઝોન દીઠ એક સ્કવોર્ડ કાર્યરત કરાઈ છે.

ડીમોલીશન વેસ્ટ ઉપાડવા ચાર્જેબલ વ્યવસ્થા :

નવી એસ.ઓ.પી.મુજબ નાગરિકોના રહેણાંક -ફરિયાદના સ્થળેથી ડીમોલીશન વેસ્ટ ઉપાડવા અંગે એક ટનથી ઓછો ડીમોલીશન વેસ્ટ હોય તો પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા ૫૦૦, પાંચ ટન સુધીના વેસ્ટના નિકાલ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા બે હજાર તથા પાંચ ટનથી વધુ ડીમોલીશન વેસ્ટ માટે પ્રતિ વાહન ટ્રીપ દીઠ રુપિયા ૩૫૦૦ વસૂલ કરવામાં આવશે.શહેરમાં રોડ રીસરફેસની કામગીરી દરમિયાન તોડવામા આવેલા રસ્તાઓની નીકળતી ડેબરીઝનો નિકાલ જે તે એજન્સી પાસે મ્યુનિ.ના નકકી કરવામા આવેલા પ્લોટમાં જ નિકાલ કરાવવામા આવશે.ઉપરાંત સર્વિસ પ્રોવાઈડર એજન્સીઓને ઈજનેર વિભાગ તરફથી મંજુરી આપવામાં આવી હોય તેવા ગેસ કનેકશન લાઈન,ઈલેકટ્રીક,ટેલીફોન વગેરે માટે રસ્તા ઉપર કામગીરી કરાયા બાદ માટી કે ડેબરીઝ પડી ના રહે એ માટે કામગીરી કરાશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here