કોલકત્તા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયના દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું છે. પીએમ કહ્યું કે અહીં કોઇપણ પ્રકારની અસુવિધા માટે હું જવાબદાર છું. હું અહીં મહેમાન બનીને નહીં પરંતુ આચાર્ય તરીકે આવ્યું છું.
પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્ર જ આ દેશમાં આચાર્ય છે. પીએમ મોદીએ શાંતિ નિકેતનમાં સંબોધન કરતાં કહ્યું કે સૌથી પહેલા હું વિશ્વભારતીના ચાન્સલર તરીકે માફી માગુ છું. જ્યારે હું અહીં આવી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ મારી સમક્ષ પીવાના પાણીની સમસ્યા અંગે જણાવ્યું.
હું આપ લોકોને પહોંચેલ અસુવિધા માટે માફી માગુ છું. પીએમ મોદીએ કહ્યું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અહીં ઉપસ્થિત છે. ભારત અને બાંગ્લાદેશ બંને અલગ-અલગ દેશ છે, પરંતુ આપણા હિત એકસાથે જોડાયેલ છે, પછી તે સંસ્કૃતિ હોય અથવા પબ્લિક પોલીસી હોય.
આપણે એકબીજા પાસેથી ઘણું શીખીએ છીએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે બાંગ્લાદેશ ભવન. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના અનેક વિશ્વવિદ્યાલયમાં ટાગૌર આજે પણ અધ્યયનનો વિષય છે. ગુરૂદેવ પહેલા પણ વૈશ્વિક નાગરિક હતા અને આજે પણ છે.
વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયના 49માં દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના પણ ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદી અને શેખ હસીનાએ રવિન્દ્ર ભવનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની વિશ્વ વિદ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી.