– વિકસિત અર્થતંત્રો ઊંચા ફુગાવા, નીચી આર્થિક વૃદ્ધિ અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
વિશ્વના ઘણા દેશો સતત આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારતે તેની સારી સ્થિતિ જાળવી રાખી છે. ઘણા દેશો ઊંચા ફુગાવા, વધતા વ્યાજ દરો અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું.
ઘણા અહેવાલોમાં ભારતને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવી છે. કોવિડ-૧૯ દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરીને ભારતે ઉચ્ચ વૃદ્ધિ જાળવી રાખી છે. ખાસ કરીને વિકસિત અર્થવ્યવસ્થાઓ ઊંચી ફુગાવો, નીચી વૃદ્ધિ, નોકરીઓની ખોટનો સામનો કરી રહી છે. ઘણા વિકાસશીલ દેશો વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ તમામ વૈશ્વિક પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
વેપાર અને રોકાણ કાર્યકારી એક કાર્યકારી જૂથની બેઠકમાં જૂથે વેપાર, ટકાઉપણું, પુરવઠા શૃંખલાને મજબૂત કરવા જેવા પડકારજનક ક્ષેત્રોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત આગામી વર્ષોમાં સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસ પર પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. તેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વૈશ્વિક એકીકરણ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વેપાર માટે યોગ્ય લોજિસ્ટિક્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગની ચર્ચા કરવામાં આવી હતી, જે વર્ષોથી ભારતના મજબૂત ક્ષેત્રોમાંનો એક વિસ્તાર છે.
ગોયલે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય ભારતના લોકોની સેવા કરવા માટે તમામ સ્તરે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. આજે આપણે આપણા વિકાસનું મોડલ દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
હાલ યુનાઇટેડ કિંગડમ (યુકે), કેનેડા અને યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથે વેપાર કરારના અમલીકરણની તારીખ વિશે ચર્ચા કરવામાં આવી છે. ઈઝરાયેલ અને બાંગ્લાદેશ જેવા અન્ય દેશો સાથે મુક્ત વેપાર કરારો અંગે પ્રાથમિક વાતચીત શરૂ કરી છે.
યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઈએફટીએ)માં ચાર દેશો આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટાઇન છે. આ ચાર દેશોના મંત્રીઓ એપ્રિલમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત માટે ભારતની મુલાકાતે છે.