(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૧
પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનાર નિવૃત લેફ્ટિનેટ જનરલ ડીએસ હુડ્ડાએ સાધ્વી પ્રજ્ઞાએ હેમંત કરકરે અંગે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, સેના કે પોલીસના શહીદ જવાન અંગે આ પ્રકારના નિવેદન સાંભળીને દુ:ખ થાય છે. શહીદોને પુરી રીતે સન્માન આપવુ જાઈએ. શહીદ અંગે વિવાદિત નિવેદન આપવા અયોગ્ય છે.
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ હતુ કે હેમંત કરકરેને તેના કરેલા કર્મોની સજા મળી છે. માલેગાંવ કેસમાં કરકરેએ મને ખોટી રીતે ફસાવી અને મારા વંશને ખત્મ કરવાની ધમકી આપી હતી. સાધ્વીએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક અધિકારીએ મને છોડી મુકવા હેમંત કરકરેને અપીલ કરી હતી. પરંતુ તેમણે મને ફસાવવા કથિત પુરાવા એકત્ર કર્યા. કરકરે તપાસ દરમ્યાન અભદ્ર વ્યવ્હાર પણ કરતા હતા અને બોમ્બ બ્લાસ્ટનો આરોપ કબુલવા મારા પર દબાણ કરવામા આવતુ હતુ.