
શાહરુખ ખાન અને સુહાનાની ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ આગામી જાન્યુઆરીમાં શરુ થશે. શાહરુખ ખાન યુરોપના વિન્ટરમાં શૂટિંગ ઈચ્છતો હોવાથી આ શિડયૂલ નક્કી કરાયું છે. ફિલ્મનું દિગ્દર્શન સુજોય ઘોષ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ હશે. આ ફિલ્મમાં શાહરુખ કેમિયો નથી કરવાનો પરંતુ સુહાનાના મેન્ટર તરીકે તેનો ફૂલફલેજ્ડ રોલ છે. શાહરુખ અત્યારે સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મ માટે સુહાના એકશન દ્રશ્યોની તાલીમ લઈ રહી છે.