મુંબઇ,તા. ૯
શેરબજારમાં આજે પણ જારદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેસેક્સ ૨૫૫ પોઇન્ટ સુધરીને ૩૭૫૮૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ઓટો અને બેકિંગ શેરમાં જારદાર તેજી જામી હતી. આવી જ રીતે મારૂતિ, વેદાન્તા, બજાજ ફાયનાન્સ અને એચડીએફસીના શેરમાં તેજી રહી હતી. યશ બેંક, તાતા સ્ટીલ અને આઇટીસીના શેરમાં મંદી રહી હતી. બીજી બાજુ બ્રોડર નિફ્ટીમાં ૭૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૧૧૦ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં મેટલ, આઇટી, ફાર્મા અને પÂબ્લક સેકટર બેંક ઇન્ડેક્સમાં મંદી રહી હતી. આવી જ રીતે ઓટો, પ્રાઇવેટ બેંક, રિયાલિટી અને એફએમસીજીના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી મોટો ૨.૦૪ ટકા સુધીનો સુધારો થયો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ અને સ્મોલ કેપમાં ક્રમશ ૧૦૪ અને ૧૨૫ પોઇન્ટનો સુધારો રહ્યો હતો. એશિયન શેરબજારમાં તેજી જામી હતી.બજારમાં જુદા જુદા પરિબળોની અસર જાવા મળી રહી છે. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા મળેલો હતો.આ દરજ્જાને દૂર કરીને મોદી સરકાર કલમ ૩૭૦ને દૂર કરી ચુકી છે. જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઇ ચુક્યું છે. મોદી સરકારે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થઇ જશે જેમાં લડાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેને પરત ખેંચી વિદેશી રોકાણકારોને રાહત આપવાના સંકેત આપ્યા બાદ શેરબજારમાં તેની અસર હકારાત્મક રીતે જાવા મળી હતી.
સેંસેક્સમાં હવે તેજીનો માહોલ રહે તેવા સંકેત મળી રહ્યા છે. આજે સતત બીજા દિવસે બજારમાં જારદાર તેજી રહી હતી.ગઇકાલે કારોબારના અંતે સેંસેક્સ ૬૩૭ પોઇન્ટ ઉછળીને ૩૭૩૨૭ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ ૧૧૦૦૦ની જાદુઇ સપાટી ફરી હાંસલ કરી હતી. નિફ્ટી ૧૭૭ પોઇન્ટ ઉછળીને ૧૧૦૩૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો.