ભારે લેવાલી વચ્ચે સેંસેક્સ ૬૩૭ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

0
47

એચસીએલ ટેકના શેરમાં સૌથી મોટો સુધારો : તાતા સ્ટીલના શેરમાં સૌથી મોટો ઘટાડો ઃ એફપીઆઈને ટેક્સ વધારાથી મુક્ત આપવા માટેની હિલચાલ

મુંબઈ, તા. ૮
ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર પર લાગુ કરવામાં આવેલા ઉંચા ટેક્સને પરત ખેંચી લેવાના સરકારે સંકેત આપ્યા બાદ દલાલ સ્ટ્રીટમાં જારદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ છે. આજે કારોબારના અંતે સેંસેક્સમાં જારદાર તેજી તીવ્ર લેવાલી વચ્ચે રહી હતી. છેલ્લા કલાકમાં જારદાર લેવાલી જામી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૬૩૭ પોઇન્ટ ઉછળીને ૩૭૩૨૭ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ ૧૧૦૦૦ની જાદુઇ સપાટી ફરી હાંસલ કરી હતી. નિફ્ટી ૧૭૭ પોઇન્ટ ઉછળીને ૧૧૦૩૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં એચસીએલ ટેકમાં આજે જારદાર તેજી રહી હતી. આવી જ રીતે તાતા સ્ટીલમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો. સેંસેક્સના ૩૦ શેર પૈકી ૨૭ શેરમાં તેજી રહી હતી. ત્રણ શેરમાં મંદી રહી હતી. બ્રોડર માર્કેટમાં ભારે અફડાતફડી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં આજે ભારે અફડાતફડી રહી હતી. ઓટોના શેરમાં તીવ્ર તેજી રહી હતી. આઇટી અને પીએસયુ બેંક કાઉન્ટરો પર તેજી જામી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૬૯૯૮ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપમાં ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૫૬૬ની સપાટી રહી હતી. જ્યારે બીએસઇ સ્મોલ કેપમાં ૯૨ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૨૫૭૪ રહી હતી. એચસીએલ ટેકનોલોજીના શેરમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડબલ ડિજિટ રેવેન્યુ ગ્રોથ થયા બાદ કંપનીના શેરમાં તીવ્ર ઉછાળો રહ્યો હતો. કેટલાક અન્ય શેરોમાં પણ તેજી રહી હતી. બંધારણની કલમ ૩૭૦માં જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા મળેલો હતો.
આ દરજ્જાને દૂર કરીને મોદી સરકાર કલમ ૩૭૦ને દૂર કરી ચુકી છે. જમ્મુ કાશ્મીર ફેરરચના બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઇ ચુક્યું છે. મોદી સરકારે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર હવે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત થઇ જશે જેમાં લડાખ ડિવિઝનનો સમાવેશ થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. કંપનીઓના પરિણામ ઉપર પણ તમામની નજર રહેશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇÂન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે.આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજાર ઉપર તેની કોઇ અસર બુધવારના દિવસે જાવા મળી ન હતી. બુધવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઘટીને ૩૬૬૯૧ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૯૨ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૦૮૫૫ રહી હતી. કેન્દ્ર સરકાર ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેને પરત ખેંચી વિદેશી રોકાણકારોને રાહત આપવાના સંકેત આપ્યા બાદ શેરબજારમાં તેની અસર હકારાત્મક રીતે જાવા મળી હતી. સેંસેક્સમાં હવે તેજીનો માહોલ રહે તેવા સંકેત મળી રહ્યા છે.