Tuesday, March 10, 2026
HomeIndiaસરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ...

સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા જેવી હાલત, રૂ. 5 કરોડ પાણીમાં

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img

બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવાના અહેવાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો. હવે મુઝફ્ફરપુરમાં પાંચ કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે. આ સરકારી દવાખાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયું હતું અને ખંડેર હાલતમાં હતું.અહેવાલો અનુસાર, મુઝફ્ફરપુર જિલ્લાના ચાંદપુરા ગામમાં 6 એકર જમીન પર બનેલી આ 30 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી. વર્ષ 2015થી આજદિન સુધી આરોગ્ય વિભાગે તેનો કબજો લીધો નથી. આ હોસ્પિટલમાં એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી. તેમજ આ હોસ્પિટલની સૌથી રસપ્રદ વાત એ છે કે આરોગ્ય વિભાગને પણ તેની જાણ નથી. 10 વર્ષ પહેલા આ સરકારી હોસ્પિટલ બની હતી. હવે સ્થિતિ એવી છે કે ચોરો હોસ્પિટલની બારી, દરવાજાની ફ્રેમ, દરવાજા, ગ્રીલ, ગેટ, કબાટ, ઈલેક્ટ્રીકલ વાયરીંગ અને અન્ય સાધનો ચોરી ગયા છે. હોસ્પિટલ હવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. આ 30 બેડની હોસ્પિટલના કેમ્પસમાં, આરોગ્ય કર્મચારીઓના રહેવા માટે ત્રણ બિલ્ડીંગ અને ટેસ્ટિંગ સેન્ટર માટે એક બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. પરંતુ ત્રણેય ઈમારતો આજે ખંડેર હાલતમાં છે. ગ્રામીણ સુધીર કુમારે જણાવ્યું કે, ‘આ પૂર પ્રભાવિત વિસ્તાર છે. અહીંની વસ્તી 1 લાખની આસપાસ છે. જ્યારે આ હોસ્પિટલ બની રહી હતી ત્યારે તેની ભવ્યતા જોઈને આસપાસના લોકોને આશા હતી કે હવે તેમને સારી સારવાર માટે 50 કિલોમીટર દૂરના શહેરમાં જવું નહીં પડે. પરંતુ આ હોસ્પિટલ આટલી ભવ્ય બનાવાઈ હોવા છતાં કાર્યરત થઈ નથી. હોસ્પિટલની આસપાસ ઘણું જંગલ છે. ગ્રામજનો અહીં આવતા ડરે છે.’

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here