Thursday, September 24, 2026
HomeIndiaપ્લાસ્ટિક કચરો પેદા કરવામાં આપણો ભારત દેશ પહેલા નંબરે, જાણો ટોપ 5માં...

પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં આપણો ભારત દેશ પહેલા નંબરે, જાણો ટોપ 5માં ક્યાં દેશો છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

આધુનિકતા અને ટેકનોલોજીકલ પ્રગતિની વૈશ્વિક દોડમાં અંધ બની ચૂકેલી માનવજાત હવે ‘હાથના કર્યા હૈયે વાગે’ને ન્યાયે જાતજાતના દુષ્પરિણામો ભોગવી રહી છે. તદુપરાંત ખોરવાઈ ગયેલું ઋતુચક્ર, પ્રદૂષિત વાતાવરણ, છાશવારે ત્રાટકતા વાયરસ એના અમુક ઉદાહરણ છે. એવી જ એક સમસ્યા છે ગાર્બેજ એટલે કે કચરાની. બાયોડિગ્રેડેબલ હોય એવો કચરો તો થાળે પડી જાય, પરંતુ પ્લાસ્ટિક જેવા કચરાનું શું? એને કેમ નાથવો એની સમસ્યા દુનિયાભરના દેશોને અકળાવી રહી છે. એમાંય તાજા સમાચાર એવા આવ્યા છે કે પ્લાસ્ટિક કચરો પેદા કરવામાં આપણો ભારત દેશ પહેલા નંબરે છે! બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકોએ તાજેતરમાં આ દિશામાં સંશોધન કરીને જણાવ્યું છે કે વિશ્વમાં દર વર્ષે એટલો બધો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે કે એનો ઢગલો કરીએ તો એ ન્યૂયોર્ક શહેરના પ્રસિદ્ધ ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ જેટલો ઊંચો થઈ જાય. આ બિલ્ડિંગ 102 માળ ઊંચું છે, એટલે કલ્પના કરો કે કચરાનો કેવો પહાડ સર્જાય. અભ્યાસ માટે વિશ્વભરના 50 હજારથી વધુ શહેરોમાં સ્થાનિક રીતે ઉત્પાદિત કચરાની તપાસ કરવામાં આવી છે. વિશ્વમાં દર વર્ષે 5.7 કરોડ ટન પ્લાસ્ટિક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, જેમાં સૌથી વધુ ફાળો દક્ષિણ ગોળાર્ધના દેશો આપે છે. એમાંય ભારત નંબર વન છે. એક વર્ષમાં ભારત 1.02 કરોડ ટન પ્લાસ્ટિક કચરો પેદા કરે છે. આ આંકડો બીજા નંબરે રહેલા દેશ દ્વારા પેદા કરાતા પ્લાસ્ટિક કચરાના પ્રમાણ કરતાં બમણા કરતાં પણ વધારે છે. વિશ્વની 15 ટકા વસ્તી પાસેથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં દુનિયાભરની સરકારો નિષ્ફળ જાય છે. આ 15 ટકા વસ્તીમાં એકલા ભારતના જ 25.5 કરોડ લોકોનો સમાવેશ થાય છે.સંશોધકોએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે વાર્ષિક 52,500 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું અમેરિકા આ યાદીમાં 90 માં ક્રમે છે અને 5,100 ટન પ્લાસ્ટિક કચરો પેદા કરતું બ્રિટન 135 માં સ્થાન પર છે.

આ શહેરો પેદા કરે છે સૌથી વધુ પ્લાસ્ટિક કચરો :

પ્લાસ્ટિક-પ્રદૂષક શહેરોની વાત કરીએ તો દુનિયામાં નંબર વન પર આવે છે નાઇજિરિયાનું સૌથી મોટું શહેર ‘લાગોસ’. એ પછી ભારતનું પાટનગર ‘દિલ્હી’, અંગોલાની રાજધાની ‘લુઆન્ડા’, પાકિસ્તાનનું ‘કરાંચી’ અને ઇજિપ્તના ‘કૈરો’ને સ્થાન મળ્યું છે. ફક્ત માનવજાત માટે જ નહીં, જીવજગત, કૃષિ અને જળ-જમીન માટે પણ પ્લાસ્ટિક કચરો સૌથી વધુ જોખમી છે, કેમ કે પ્લાસ્ટિકના નાનામાં નાના કણનો સંપૂર્ણ નિકાલ થતાં વર્ષો કે દાયકાઓ નહીં, સદીઓ લાગી જાય છે, અને ત્યાં સુધીમાં એ જેના જેના સંપર્કમાં આવે એ તમામ માધ્યમોને પ્રદૂષિત કરતું રહે છે. પ્લાસ્ટિક કચરો પેદા કરતાં દેશોની યાદીમાં આપણો દેશ પહેલા નંબરે આવ્યો છે ત્યારે વાતેવાતે ભારતીય હોવા બાબતે ગર્વ લેતાં આપણે સૌ થોડી શરમ અનુભવીએ અને જ્યાં ને ત્યાં કચરો ફેલાવતા અટકીએ, એ દેશ અને દુનિયાના હિતમાં હશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here