અમદાવાદ
ઘણી વખત જોયુ હશે કે લોનની મંજૂરી માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે માત્ર 1 કલાકની અંદર ઘરે બેઠા તમને લોનની મંજૂરી મળી જશે.આ માટે દેશની ઘણી મોટી બેંકોએ એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે જાણીએ આ વિશે વધારે…વાસ્તવમાં ભારતીય સ્ટેટ બેંક સહિત દેશની 19 સરકારી બેંકોએ ‘PSB Loans in 59 Minutes’ ની શરૂઆત કરી, જેની મદદથી હોમ લોન અને પર્સનલ લોન માટે અરજી કરનારા ગ્રાહકોને માત્ર 59 મિનિટમાં સૈદ્ઘાંતિક મંજૂરી મળી જશે. આ જાણકારી આપતા ભારતીય સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના એમડીએ જણાવ્યુ કે, ”અમે લોન ઇચ્છનારા ગ્રાહકોને હોમ અને પર્સનલ લોન ‘PSB Loans in 59 Minutes’ની મદદથી ઉપલબ્ધ કરાવીશું. અમે આ વાતની ખુશી છે કે, અત્યાર સુધી આ લોનનો લાભ માત્ર MSME ને મળી રહ્યો હતો, પરંતુ આ સુવિધાનો લાભ તમામને મળશે. આવનારા દિવસોમાં ઑટો લોન માટે પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે”
હાલમાં જે બેંકોએ આ માટે શરૂઆત કરી છે તેમાં ભારતીય સ્ટેટ બેંક, પજાંબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા અને યૂનિયન બેંક સહિતની અન્ય બેંકો શામેલ છે. હાલમાં માત્ર MSME સેક્ટરમાં આ લોનની મંજૂરી મળી રહી છે.
કેવી રીતે કામ કરે છે PSB Loans in 59 Minutes?
– આ પ્લેટફોર્મ પર લોન લેનારી વ્યકિતએ તમામ જાણકારીઓ અપલોડ કરવાની રહેશે. આ પછી ઓટોમેટિક સિબિલ આંકડોના વિશ્લેષણના આધાર પર લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ લોનની રાશિની મંજૂરી મળ્યા પછી અરજી કરનાર બેંક બ્રાન્ચમાં કનેક્ટ થઇ જાય છે. આ તમામ પ્રક્રિયા માત્ર 59 મિનિટમાં પૂરી થઇ જાય છે.