પંચકૂલા:
હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કરવાના મામલામાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિતને અદાલતે દોષી માન્યો છે. પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે 16 વર્ષ જુના મર્ડર કેસમાં રામ રહીમની સાથે બીજા ચાર આરોપીઓને પણ દોષી ઠેરવ્યા છે.તેમને 17 જાન્યુઆરીએ સજાનુ એાલાન થશે.
આ પહેલા પંચકૂલામાં રામ રહીમના સમર્થકો તોફાન ના કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ હતી.રામ રહિને વિડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરાયો હતો.
રામચંદ્ર છત્રપતિની 2002માં હત્યા કરાઈ હતી.તેમણે પોતાના અખબારમાં ડેરાને લગતા સમાચારો પ્રકાશિત કર્યા હતા.હત્યા બાદ પત્રકારના પરિવારજનોએ ફરિયાદ કરી હતી.આ મામલાની તપાસ બાદમાં સીબીઆઈને સોંપી દેવાઈ હતી.2007માં આ મામલામાં રામ રહિમને હત્યાનુ ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી દર્શાવતી ચાર્જશીટ રજૂ થઈ હતી.