ટીસીએલએ ભારતમાં સૌપ્રથમવાર ગુગલ આસીસ્ટન્ટ ઇનેબલ સીસ્ટમયુકત AI અલ્ટ્રા ઈન્વર્ટર એસી લોન્ચ કર્યું
વીટામીન સી પાવર્ડ એઆઇ અલ્ટ્રા ઇન્વર્ટર એસીને લઇ ટીસીએલની ટેકનોલોજી ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક ક્રાંતિ : આગામી માર્ચમાં ગ્રાહકો માટે બમ્પર ઓફર લઇને આવશે
વિશ્વની બીજા નંબરની (ટોપ-ટુ) ટીવી બ્રાન્ડ ટીસીએલ ઈલેકટ્રોનિક્સ દ્વારા ભારતમાં સૌપ્રથમવાર ગુગલ આસીસ્ટન્ટ ઇનેબલ સીસ્ટમયુકત AI અલ્ટ્રા ઈન્વર્ટર એસી લોન્ચ કરાયુ છે. એટલે કે, હવે ટીવી મારફતે પણ એટલે કે, ટીવીના રિમોટ મારફતે પણ એસી ચાલુ કરી શકાશે. એટલું જ નહી, એસીનું કુલીંગ પણ બોલીને વધઘટ થઇ શકશે. હવે એસીના રિમોટને ઉપયોગમાં લીધા વિના ટીવી જોતાં જોતાં જ તમે એસીને કંટ્રોલ અને સ્વીચ ઓન તેમ જ સ્વીચ ઓફ કરી શકશો. વીટામીન સી પાવર્ડ એઆઇ અલ્ટ્રા ઇન્વર્ટર એસીને લઇ ટીસીએલની ટેકનોલોજી ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક ક્રાંતિ સર્જી છે. આગામી માર્ચમાં ગ્રાહકો માટે બમ્પર ઓફર લઇને આવશે એમ અત્રે ટીસીએલનાં એરકન્ડીશન બિઝનેસનાં હેડ શ્રી વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ડિવાઈસ સિલ્વર આયન અને ડસ્ટ ફિલ્ટર્સ (રૂમને વાયરસ ફ્રી અને એરક્લીન રાખવા) સાથે અને વધારામાં આવરણનાં એક વધારાનાં સ્તર તરીકે વિટામીન સી સાથે આવે છે. એસી માટેની મુખ્ય થ્રી ઈન વન ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી માત્ર ડસ્ટ અને બેકટેરિયા જ હવામાંથી નહિં નીકળે, પરંતુ તેનાથી વપરાશકારની ત્વચાને ભીનાશની અસર પણ મળશે, જેનાથી ડ્રાયનેસ અટકશે. આ એસીમાં ટીસીએલનાં પેટન્ડેડ ટાઈટન ગોલ્ડ ઈવેપોરેટર અને કન્ડેન્સર પણ છે. જે સપાટી પર ડસ્ટ અને ડર્ટને અટકાવીને સાધનનો જીવનગાળો લંબાવે છે. નવા લોન્ચ અંગે માહિતી આ૫તા ટીસીએલનાં એરકન્ડીશન બિઝનેસનાં હેડ શ્રી વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું કે, અમારા સેફટી પ્રોટોકોલને અપડેટ કરવા જરૂરી છે, જેથી પોસ્ટ કોવીડ વિશ્વમાં સલામત જીવન અનુભવ મળી શકે. અમારા સ્માર્ટ એરકન્ડીશનર્સમાં લેટેસ્ટ અપડેટ તે આ જ દિશાનું પગલું છે. વિટામીન સી ફિલ્ટર્સ સાથે અમારા એસી ગ્રાહકોને અન્ય સુરક્ષાનું આવરણ પુરૂ પાડશે. કે જ્યારે ગ્રાહકો મોટાભાગનો સમય ઘરમાં જ વીતાવતા હોય છે. આ બધામાં સૌથી ઊંચે તેનું હાઈ ફ્રિકવન્સી કોમ્પ્રેસર છે કે જે માત્ર 30 સેકન્ડની અંદર ટેમ્પ્રેચરને 27 ડિગ્રી સેલ્સીયસથી ઉતારીને 18 ડિગ્રી સુધી લાવી શકે છે. તેમાં AI અલ્ટ્રા ઈન્વર્ટર કોમ્પ્રેસર ટેકનોલોજી પણ છે, કે જે 50 ટકા સુધીની ઓછામાં ઓછી ઉર્જા બચત કરે છે. આ ડિવાઈસ ગુગલ આસિસ્ટન્ટ, એલેક્સા અને ટીસીએલ હોમ એપને સપોર્ટ કરે છે. જેનાથી હેન્ડઝ ફ્રી કન્ટ્રોલ અને સ્માર્ટ ફોન અનુભવનો લાભ વપરાશકારને મળે છે.
ટીસીએલ દ્વારા AI અલ્ટ્રા ઈન્વર્ટર એરકન્ડીશનર્સનાં નવા આકર્ષણ સાથે બજારમાં મૂકવાના આશયથી બ્રાન્ડ દ્વારા એસી ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ટેકનિશિયનો અને ડિલરો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ટીસીએલએ તેનાં તિરુપતિ સ્થિત રૂ. 2400 કરોડનાં ઉત્પાદન પ્લાન્ટ વિશે પણ માહિતી આપી હતી. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8 મિલિયન 22-22 ઈચ ટીવી સ્ક્રીન્સ અને 30 મિલિયન 3.5-8 ઈંચ મોબાઈલ સ્ક્રીન્સ છે. મેઈડ ઈન ઈન્ડિયા ફિલ સૂફી માટે બ્રાન્ડનું આ એક મહત્વનું કદમ મનાઇ રહ્યું છે.