
નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને અલગ-અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. અનંત અંબાણીના લગ્નમાં જ્યારે તેણે અનન્યા પાંડે સાથે ડાન્સ કર્યો ત્યારે બન્નેના સંબંધને લઈને અફવાઓ ઊડી હતી. હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર સાથે જોડવામાં આવી રહ્યું છે. અફવાઓ છે કે હાર્દિક બ્રિટિશ સિંગર જસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ હાર્દિકે તેના ગ્રીસ વેકેશનનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલની સામે જોવા મળે છે. હાર્દિકના આ વેકેશન વીડિયોના કારણે તેની અને બ્રિટિશ સિંગર વચ્ચે ડેટિંગની અફવાઓ ઊડી હતી.