બૉલીવૂડ ક્વીન, બૉક્સ ઑફિસ ડાયનેમો અને વન વુમન આર્મી જેવા વિશેષણોથી જેને નવાજાય છે તે બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી કંગના રણોટ બૉલીવૂડમાં હંમેશાં બહુચર્ચિત રહે છે. તેણે ત્રણ વખત નેશનલ ઍવોર્ડ જીત્યા છે. કંગનાતેની અભિનયકળા દ્વારા ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે તેમાં કોઇ શંકા નથી. કંગના હંમેશાં પોતાનું સ્થાન એવી રીતે બનાવી રાખવા માગતી હતી કે તે ક્યારેય હીરોના પડછાયામાં ન રહે.
સ્વતંત્રપણે પોતાના પર ફિલ્મનો ભાર ઊંચકીને ફિલ્મને સફળતા અપાવવામાં તે માને છે. રોલ કોઇપણ હોય તેનો અભિનય બહુ સશક્ત હોય છે. તે કિશોરવયમાં જ અભિનય કરતી થઇ ગઇ હતી. તેણે ૨૦૦૬માં ફિલ્મસર્જક મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગેંગસ્ટર’થી ડેબ્યુ કર્યું હતું. તે પછી તેણે કેટલીક ફિલ્મો કરી, પણ તેને જોઇએ તેવી સફળતા કે લોકપ્રિયતા મળી નહોતી. પણ ‘ક્વીન’ ફિલ્મ આવતા જ તેના પર પ્રશંસાના પુષ્પો વેરાવા લાગ્યા હતા.આ ફિલ્મે તેને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરી દીધી.
તેના અભિનયના ભરપૂર વખાણ થયા અને પછી તો ‘તનુ વેડ્સ મનુ’, તેની ફ્રેન્ચાઇઝી અને ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ જેવી ફિલ્મોથી વધુ ઉપર આવી ગઇ. હવે તેની લોકપ્રિયતા દરેક ફિલ્મે વધતી રહે છે.કંગના તેનીકારકિર્દી વિશે કહે છે કે તમારે ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકવું હોય તો તમારા કામને જવાબદારી તરીકે લેવું ન જોઇએ. હું એવી કલાકાર બનવા માગતી હતી કે ફિલ્મમાં હીરો સાથે મારોરોલ સાઇડ હીરોઇનનો ન બને. એટલે કે મહત્ત્વનો હોય, ફક્ત દેખાવ કે ગ્લેમર પૂરતો ના હોય, કારણ કે જ્યારે ફિલ્મમાં કોઇ મોટો હીરો હોય તો તમે સાઇડમાં આવી જાવ છો. પણ મારો હવે એ સમય આવ્યો છે કે હું મારા કામને જવાબદારી નથી ગણતી.