અમેરિકાના હ્યુસ્ટન શહેરના એનઆરજી સ્ટેડિયમમાં યોજાયેલી મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’માં પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યા બાદ હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે તેમને હ્યુસ્ટન શહેરની જમ્બો કદની ચાવી સોંપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ટર્નરે કહ્યું હતું કે ‘હ્યુસ્ટન શહેર દેશનું સૌથી વૈવિધ્યસભર શહેર છે. અહીં અમે ૧૦૪ ભાષામાં હાઉડી કહીએ છીએ અને સવારે અમે મોદીને હાઉડી કહીશું. આ પ્રસંગે લગભગ ડઝનેક ગવર્નર અને યુએસ કૉન્ગ્રેસના સભ્યો હાજર રહ્યા હતા.