Saturday, March 7, 2026
HomeGujaratAhmedabad૩૦ દિવ્યાંગોએ દિવ્યાંગ રત્ન એવોર્ડ મેળવી લીધો

૩૦ દિવ્યાંગોએ દિવ્યાંગ રત્ન એવોર્ડ મેળવી લીધો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ, તા.૨૯
ગુજરાતમાં સતત બીજા વર્ષે દિવ્યાંગ દિકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર ૩૦ દિવ્યાંગોનો દિવ્યાંગ રત્ન એવોર્ડ દ્વારા સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ, અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રમા નામના મેળવનાર ૩૦ દિવ્યાંગોને દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગો દ્વારા અદ્‌ભુત પરફોર્મન્સ રજૂ કરાયા હતા, જે જાઇ ઉપÂસ્થત જનમેદની આશ્ચર્યચકિત અને પ્રભાવિત થઇ ગઇ હતી. દિવ્યાંગોના આ કાર્યક્રમની બીજી વિશેષતા એ હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં કોઇ પણ સરકાર કે સંસ્થા દ્વારા દિવ્યાંગોને સન્માન આપવાનો આવો કોઈ કાર્યક્રમ યોજાયો નથી, ત્યારે ગુજરાતની એક દિવ્યાંગ દીકરી દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. કલગી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ભૂષણ કુલકર્ણીના જણાવ્યા અનુસાર, ગુજરાતના દિવ્યાંગો સામાન્ય વ્યક્તિ કરતાં પણ વધુ નામના મેળવી શકે છે ,આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને જાણીતા લેખક, પત્રકારશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુભાઈ પંડ્‌યા, પ્રો. વાઇસ ચાન્સેલર ડો.જગદીશ ભાવસાર, કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયના યુવા અધિકારી ચિરાગભાઈ ભોરણીયા તથા ગુજરાતના જાણીતા દિવ્યાંગ પ્રોફેસર અને સિંગર ઉર્વીશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગ રત્ન એવોર્ડમાં એવોર્ડ મેળવનારા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતી કલાકારો જેવા કે અરવિંદ વેગડા, રાજલ બારોટ, જીગ્નેશ કવિરાજ, મનુભાઈ રબારી, કાજલ મહેરીયા અને વિજયભાઈ સુવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here