18 કલાક બાદ મળેલા અંકિત બારોટે કહ્યું- ભાજપના લોકોએ મારું અપહરણ કર્યું હતું

0
2

પીઢ કોંગ્રેસી પરિવારના અને બે ટર્મથી કોર્પોરેટર પદે ચુંટાતા સભ્ય અંકિત બારોટ ગઈકાલે મેયર ચૂંટણી પહેલા ગાયબ થઈ ગયા હતા. તેમને જણાવ્યું કે ભાજપના લોકોએ મારૂ અપહરણ કર્યું હતું. અને ગાડીમાં બેસાડીને ધનસુરા લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુમ થયાના 18 કલાક બાદ ગાંધીનગરના ચિલોડા પાસેથી મળી આવ્યા હતા.

પરિવારે અપહરણનો આક્ષેપ કર્યો હતો

વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યુ કે તેમના સભ્ય અંકિત બારોટનું અપહરણ કરાયુું છે. બીજી બાજુ રાત્રે અંકિત બારોટના પત્ની ભૂમિકાબેન સહિત પરિવારજનો કોંગ્રેસના આગેવાનો સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી. આ પહેલા સવારે 11 વાગ્યાના અરસામાં અંકિતે દુર્ગેશ ગઢવીને મેસેજ કર્યો હતો કે તેને કેતન અને ગિરિશ ઉર્ફે મગન પટેલ વાતચીતના બહાને તેમની સાથે વાવોલ બાજુ ક્યાંક લઇ ગયા છે.