Sunday, March 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાંથી રોજના 200 વાહન ડિટેઇન, 541 કેસમાં 19 લાખ 99 હજારનો દંડ...

અમદાવાદમાંથી રોજના 200 વાહન ડિટેઇન, 541 કેસમાં 19 લાખ 99 હજારનો દંડ વસુલ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે, કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે

અમદાવાદ : કોરોનાની મહામારીમાં લોકો ઝઝુમી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર દંડ ઉઘરાવવામાં પડ્યું છે. અમદાવાદ શહેરમાંથી રોજના 200 આસપાસ વાહન ડિટેઇન થયેલા આરટીઓ કચેરીમાં આવી રહ્યા છે. ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે આરટીઓ કચેરીમાં લોકો લાઇન લગાવે છે. લાઇન લગાવ્યા બાદ પણ નંબર આવે ત્યારે જો કોઈ દસ્તાવેજમાં એકપણ પુરાવા ઘટ્યા તો બીજા દિવસે લાઈનમાં ઉભા રહેવું પડે છે. લોકો ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની મહામારીમાં ભીડ ન કરવા માટે અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ આરટીઓ કચેરીમાં જ ભીડ થઈ રહી છે. ત્યારે વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે જરૂરી છે.આરટીઓ કચેરી પર વાહન છોડાવવા આવેલા લોકોએ પણ રોષ વ્યકત કર્યો છે. વાહન છોડાવવા માટે ઘરેથી આરટીઓ સુધી આવવા માટે 80 રૂપિયા થાય છે અને ત્રણ દિવસથી આવી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં amts અને brts બંધ છે. બાઇક ડિટેઇન થઈ છે કઈ રીતે કામ માટે બહાર જવું. વહેલી સવારથી લોકો પોતાનું વાહન છોડાવવા માટે કચેરી પર આવી જાય છે અને લોકોની ભીડ થાય છે ત્યારે સંક્રમણ વધવાનો ડર પણ સતાવી રહ્યો છે. રોજના દંડ ભરવા માટે એક અરજદાર સાથે બેથી વધુ લોકો આવે છે. જે અમારા માટે પણ મુશ્કેલ બને છે. આવતીકાલથી ડિટેઇન વાહન છોડાવવા માટે સવારના 9.30 વાગ્યાથી કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી 541 કેસમાં 19 લાખ, 99 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here