રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ, 137 દર્દીના મોત, અમદાવાદમાં 5000થી વધારે કેસ

0
22
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે.

આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક 13,105 કેસ નોંધાયા છે. જેની સામે 5010 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 137 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5877 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.41 ટકા છે. અત્યાર સુધીમાં 91,51,776 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,42,537 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 5226, સુરતમાં 2476, વડોદરામાં 791, રાજકોટમાં 762, જામનગરમાં 564, મહેસાણામાં 444, ગાંધીનગરમાં 276, ભાવનગરમાં 254, બનાસકાંઠામાં 236, કચ્છમાં 214, જૂનાગઢમાં 202, પાટણમાં 158, ભરૂચમાં 157, ખેડામાં 114, નવસારીમાં 106, તાપીમાં 103, દાહોદ, પંચમહાલમાં 97-97, વલસાડમાં 95, સુરેન્દ્રનગરમાં 87, અમરેલીમાં 85, સાબરકાંઠામાં 84 સહિત કુલ 13105 કેસ નોંધાયા છેરાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 137 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 24, સુરતમાં 27, રાજકોટમાં 14, વડોદરામાં 14, જામનગરમાં 9, બનાસકાંઠા, સાબરકાંઠામાં 5-5, મોરબીમાં 4, મહેસાણા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, પાટણમાં 3-3 સહિત 137 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 1039, સુરતમાં 917, વડોદરામાં 467, રાજકોટમાં 667, જામનગરમાં 279, ગાંધીનગરમાં 133, પાટણમાં 104, ભાવનગરમાં 131, અમરેલીમાં 116 સહિત કુલ 5010 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.