નવી દિલ્હી : દુનિયામાં કોરોનાકાળનાં દુષ્પરિણામ હવે દેખાવા લાગ્યાં છે. યુએનના ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યૂટ્રિશન ઈન ધ વર્લ્ડ 2022 રિપોર્ટ અનુસાર 2019 બાદ લોકોનો ભૂખ સામે સંઘર્ષ ઝડપથી વધ્યો છે. 2019માં દુનિયામાં 61.8 કરોડ લોકોએ ભૂખો સામનો કર્યો, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 76.8 કરોડ થઇ ગઈ. એટલે કે ફક્ત 2 વર્ષમાં 15 કરોડ(24.3%) લોકો વધી ગયા જેમને એક ટાઈમનું ભોજન નસીબ થયું.દુનિયામાં ભૂખમરો તો ગત 15 વર્ષથી વધી રહ્યો છે પણ તેની ઝડપ ગત બે વર્ષમાં વધી છે. બીજી બાજુ ભારતની સ્થિતિમાં થોડોક સુધારો નોંધાયો છે. ભારતમાં 15 વર્ષ પહેલાં 21.6% વસતી કુપોષણનો શિકાર હતી, હવે 16.3% વસતીને ભરપેટ પૌષ્ટિક ભોજન મળી રહ્યું નથી. યુએનના અહેવાલ મુજબ 2021માં ભારતની 22.4 કરોડ વસતી કુપોષણનો શિકાર હતી. 2004-06માં 24 કરોડની વસતી કુપોષિત હતી. તેમને કાં તો એક સમયનું ભોજન નહોતું મળ્યું કા તેમના ભોજનમાં પૌષ્ટિક તત્ત્વો 50 ટકાથી ઓછાં હતાં.કોરોનાકાળમાં ધનિક(200 કરોડ રૂ.થી વધુ સંપત્તિ) 11% વધીને કુલ 13,637 થયા. 30થી વધુ ધનિકોની સંપત્તિ બમણી થઈ ગઈ. જ્યારે સામાન્ય ભારતીયની સંપત્તિ 7% સુધી ઘટી ગઈ.ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021 અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ છે. દૂધ, ચોખા, દાળ, માછલી, શાકભાજી અને ઘઉં ઉત્પાદનમાં આપણે દુનિયામાં પહેલા સ્થાને છીએ.