મહારાષ્ટ્રના લગભગ 16 જિલ્લાઓમાં ગુરૂવારે પણ વરસાદ થવાની સંભાવના છે, ઉપરાંત ભારે વરસાદને પગલે મુંબઈ, થાણે અને પાલઘર જેવા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આ સપ્તાહના અંત સુધી વરસાદ ચાલુ રહેશે.ઉપરાંત મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD મુજબ 11 સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બુધવારે પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.ઓગસ્ટમાં દુષ્કાળગ્રસ્ત મરાઠાવાડાના ઓરંગાબાદ અને બીડ સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.ઉપરાંત ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહીને પગલે 16 જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, મુશળધાર વરસાદને કારણે નાંદેડમાં રસ્તાઓ સહિત દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ હતી.જ્યારે અમરાવતી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઘણા ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા, જેને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પૂર-વરસાદને કારણે 31 લોકોનાં મોત, ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી..
Date: