PM મોદી વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં આપશે હાજરી,બે વર્ષ બાદ અમેરિકાની કરશે મુલાકાત…

0
24
જો સૂત્રોનું માનીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિડે સુગાની ક્વાડ શિખર સંમેલનમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
જો સૂત્રોનું માનીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિડે સુગાની ક્વાડ શિખર સંમેલનમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

બે વર્ષ બાદ ફરી એક વખત પીએમ મોદી અમેરિકાની (USA) મુલાકાત કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે તે વોશિંગ્ટન ડીસીમાં પ્રથમ મુલાકાત કરશે. 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં તેઓ 23 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિને મળશે. બાઈડને સત્તા સંભાળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે.આ બેઠકમાં અફઘાનિસ્તાન યોજનાની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત 23 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી, રાષ્ટ્રપતિ બાઈડન અને ઓસ્ટ્રેલિયાના પીએમની(PM Narendra Modi)  હાજરીમાં ક્વાડ સંમેલન યોજાશે. ઉપરાંત તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાના છે અને રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.મોદીની અમેરિકા મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે ભારત અને અમેરિકાએ અનેક બેઠકો યોજી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. યુ.એસ. ક્વાડના નેતાઓનું વ્યક્તિગત શિખર સંમેલન બોલાવવાનું વિચારી રહ્યું છે જેથી ઇન્ડો-પેસિફિકમાં વ્યવહારુ સહયોગને વધુ પ્રોત્સાહન મળે.આ પહેલા સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યુ હતુ કે, ક્વાડનો વિસ્તૃત એજન્ડા દેશની સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુની પુષ્ટિ કરે છે અને તેના સભ્યો વચ્ચેના સંબંધોએ માળખાકીય પાસાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે.તમને જણાવી દઈએ કે,ક્વાડ ગ્રુપમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો (Australia)સમાવેશ થાય છે. ક્વાડનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ જણાવ્યુ હતુ કે, “તેના કાર્યમાં વૈશ્વિકરણના પરિણામો અને વિશ્વના સામાન્ય લોકોની જરૂરિયાતો અને પરસ્પર હિતોની અભિવ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવી છે.”