સામગ્રીઃ
- 6 સેન્ડવિચ બ્રેડ
- માખણ
- 2-3 તાજાં લાલ અથવા લીલાં મરચાં
- 3-4 કળી લસણ (optional)
- 1 ટે.સ્પૂન રેડ ચિલી ફ્લેક્સ
- 4 ચીઝ ક્યુબ્સ
રીતઃ દરેક બ્રેડ ઉપર માખણ સરખા પ્રમાણમાં લગાડી દો. એની ઉપર ગોળ પાતળાં સુધારેલાં મરચાંની 4-5 કટકી દરેક બ્રેડ ઉપર આવે એ પ્રમાણે ભભરાવી દો. ત્યારબાદ ઝીણું સમારેલું લસણ થોડું થોડું ભભરાવી દો. હવે ઉપર ચીઝ ખમણી લો. ઉપરથી રેડ ચિલી ફ્લેક્સ છાંટી દો. એક નોન-સ્ટીક પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે આંચને ધીમી કરી દો. એમાં ગોઠવાય એટલાં બ્રેડ મૂકીને પેનને ઢાંકી દો. 2-3 મિનિટ બાદ ચેક કરી લો. બ્રેડ નીચેથી ગોલ્ડન બ્રાઉન તેમજ ક્રિસ્પી થાય અને ચીઝ ઓગળી જાય એટલે ઉતારી લો.