અમદાવાદમાં પાંચ વર્ષમાં સૌથી વધારે તાપમાન રહ્યું

0
37
અમદાવાદ, તા. ૨૪ અમદાવાદ શહેરમાં સોમવારના દિવસે થોડાક સમય સુધી જારદાર વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ ગરમીનું પ્રમાણ હજુ પણ અકબંધ રહ્યું છે. ભારે બફારાની સ્થતિ રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૪૦.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં પાંચ વર્ષમાં સૌથી વધારે તાપમાન હાલની સિઝનમાં રહ્યું છે. જુલાઈ મહિનામાં વર્ષ ૨૦૧૪ બાદ સૌથી વધારે મહત્તમ તાપમાન રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જુલાઈ મહિનામાં તાપમાન ૪૦.૧ ડિગ્રી નોંધાયું હતું જેની સામે આજે બુધવારના દિવસે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૦.૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. કચ્છના ભુજમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વધતા તાપમાનની વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોસમ વિભાગના કહેવા મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં મોનસુન સક્રિય છે. આજે પણ રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૪૦ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પારો ૪૦.૫ સુધી પહોંચ્યો હતો જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ છે પરંતુ અમદાવાદમાં સોમવારના દિવસે વરસાદ પડ્યા બાદથી ફરી એકવાર બ્રેકની સ્થતિ જાવા મળી રહી છે. અમદાવાદમાં પાંચ વર્ષમાં સૌથી વધારે ગરમી જુલાઈ મહિનામાં રહી છે. પાંચ વર્ષમાં સૌથી ઉંચુ તાપમાન જુલાઈ મહિનામાં પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં કેટલીક જગ્યાઓએ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ માટે પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયુ વાતાવરણ આંશિકરીતે હોવા છતાં ઓછો વરસાદ થઇ રહ્યો છે. ગુજરાતમાં ૨૮ ટકા અને અમદાવાદમાં સિઝનમાં ૧૮ ટકા જેટલો વરસાદ હજુ સુધી થઇ શક્યો છે.

જુલાઈ માસમાં ૨૦૧૪માં શહેરમાં ૪૦.૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું : આ વખતે જુલાઈમાં વધુ તાપમાન

અમદાવાદ, તા. ૨૪
અમદાવાદ શહેરમાં સોમવારના દિવસે થોડાક સમય સુધી જારદાર વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ ગરમીનું પ્રમાણ હજુ પણ અકબંધ રહ્યું છે. ભારે બફારાની સ્થતિ રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આજે ૪૦.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં પાંચ વર્ષમાં સૌથી વધારે તાપમાન હાલની સિઝનમાં રહ્યું છે. જુલાઈ મહિનામાં વર્ષ ૨૦૧૪ બાદ સૌથી વધારે મહત્તમ તાપમાન રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જુલાઈ મહિનામાં તાપમાન ૪૦.૧ ડિગ્રી નોંધાયું હતું જેની સામે આજે બુધવારના દિવસે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૦.૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. કચ્છના ભુજમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વધતા તાપમાનની વચ્ચે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. મોસમ વિભાગના કહેવા મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં મોનસુન સક્રિય છે. આજે પણ રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૪૦ સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પારો ૪૦.૫ સુધી પહોંચ્યો હતો જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહ્યું હતું. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ છે પરંતુ અમદાવાદમાં સોમવારના દિવસે વરસાદ પડ્યા બાદથી ફરી એકવાર બ્રેકની સ્થતિ જાવા મળી રહી છે. અમદાવાદમાં પાંચ વર્ષમાં સૌથી વધારે ગરમી જુલાઈ મહિનામાં રહી છે. પાંચ વર્ષમાં સૌથી ઉંચુ તાપમાન જુલાઈ મહિનામાં પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદમાં કેટલીક જગ્યાઓએ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ માટે પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયુ વાતાવરણ આંશિકરીતે હોવા છતાં ઓછો વરસાદ થઇ રહ્યો છે. ગુજરાતમાં ૨૮ ટકા અને અમદાવાદમાં સિઝનમાં ૧૮ ટકા જેટલો વરસાદ હજુ સુધી થઇ શક્યો છે.