એવું કહેવાય છે કે, ફિટનેસ એ એક ટ્રેન્ડ નથી પણ, એક લાઈફસ્ટાઈલ છે, જેના માટે ખૂબ જ સમર્પણ, શિસ્તતા અને એક પ્રતિબદ્ધતા જોઈએ. કુમકુમ ભાગ્યમાં મોનિશાના નકારાત્મક પાત્ર માટે જાણિતી સૃષ્ટિ જૈન એ શોમાં જોડાયાના ત્રણ મહિનામાં જ પોતાની જાતને બદલી છે, જેથી તેના દેખાવને વધુ સારો કરી શકે. આ માટે તે ઇન્ટરમિડીએટ ફાસ્ટિંગ અને વર્કઆઉટ નિયમિતતાને અનુસરી રહી છે. તેના આ પરિવર્તનના પ્રવાસમાં સમતોલ ડાયેટ તથા એક સખત કસરતના સેટનો સમાવેશ થાય છે.
સૃષ્ટિ જૈન કહે છે, “જ્યારે હું 4 મહિના પહેલા કુમકુમ ભાગ્યમાં જોડાઈ, ત્યારે હું મારા ઓનસ્ક્રીન દેખાવથી સંતુષ્ટ ન હતી. તેથી જ મેં મારી જાતને એક ફિટનેસ ગોલ આપવાનું નક્કી કર્યું. હું મોનિશાનું અત્યંત ગૂઢ પાત્ર કરી રહી છું, તેની અસર વધારવા માટે મારે ચોક્કસ તિક્ષ્ણતા લાવવી જરૂરી હતી. હું માનું છું કે, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ એ મને આ પરિવર્તનમાં મદદ કરી અને ફક્ત 3 મહિનામાં જ 8 કિલો વજન ઉતાર્યો. પણ આટલેથી અટકતું નથી, હું તેને જાળવવા માટે પણ નિયમિત રીતે ખૂબ જ મહેનત કરું છું, જે ત્યારે જ શક્ય છે, જ્યારે હું મારા નિયમિત વર્કઆઉટ અને મારી ડાયેટને કડકપણે અનુસરું.
તે વધુમાં ઉમેરે છે, “મારી ડાયેટમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને કાર્બ્સથી ભરપૂર ફક્ત ઘરે બનાવેલું ભોજન સામેલ છે. હું હંમેશા હર્બલ ચાની ચુસ્કી લેતી રહું છું અને એક સપ્તાહમાં બે વખત ડીટોક્સ પાણીથી શરીર ચોખ્ખું પણ કરું છું. હું પણ સેટની આસપાસ ચાલવાનું પસંદ કરું છું અને જ્યારે પણ મને થોડો સમય મળે તો હું જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ કરું છું.”
સૃષ્ટિનો આ પરિવર્તનશીલ પ્રવાસ અદ્દભુત છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, કઈ રીતે પૂર્વી (રચી શર્મા) અને આરવી (અબરાર કાઝી) એ શોમાં અપહરણકર્તાથી બધાને બચાવશે. શું આ પરિસ્થિતિ તેમને એકબીજા પ્રત્યેના સાચા પ્રેમનું ભાન કરાવી શકશે? તેમને અલગ કરવા માટે મોનિશાની આગામી ચાલ શું હશે?
વધુ જાણવા માટે જોતા રહો, કુમકુમ ભાગ્ય દરરોજ રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!