CBIના અધિકારીએ સીનિયર પર લગાવ્યો ‘ફેક એન્કાઉન્ટર’નો આરોપ, PMOને કરી ફરિયાદ

0
19

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇ (CBI) એક વાર ફરી વિવાદમાં સપડાતી જોવા મળી રહી છે. અગાઉ લાંચને લઇને થયેલા વિવાદ બાદ હવે CBIના એક અધિકારીએ સીનિયર પર ‘ફેક એન્કાઉન્ટર’ નો આરોપ લગાવતાં આ અંગેની ફરિયાદ PMOમાં કરી છે.

  • મોટા અધિકારી ઉપર ફેક એન્કાઉન્ટરમાં સામેલ હોવાનો લગાવ્યો આરોપ
  • ઝારખંડમાં 14 નિર્દોષ લોકોના ફેક એન્કાઉન્ટરમાં હતા સામેલ

CBIમાં લાંચ વિવાદ બાદ ‘ફેક એન્કાઉન્ટર’નો વિવાદ

CBIના એક અધિકારીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટા અધિકારી ઉપર ફેક એન્કાઉન્ટરમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. અધિકારી એનપી મિશ્રાએ એજન્સીના સંયુક્ત નિદેશક એકે ભટનાગર ઝારખંડમાં ફેક એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો છે.

અધિકારી મિશ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખીને જણાવ્યું કે…

CBIના ડીએસપી રેન્કના અધિકારી એનપી મિશ્રાએ એજન્સીના સંયુક્ત નિદેશક એકે ભટનાગર પર આરોપ લગાવ્યો હતો. એકે ભટનાગર પર ઝારખંડમાં 14 નિર્દોષ લોકોના ફેક એન્કાઉન્ટરમાં સામેલ હતા, જેની સીબીઆઇ તપાસ કરી રહી છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં આને લઇને 25 સપ્ટેમ્બરે પત્ર લખવામાં આવ્યો હતો.

ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ કરી છે ફરિયાદ

સીબીઆઇના અધિકારી મુજબ આ ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોના પરીવારજનોએ આ અંગે ફરીયાદ કરી છે. આ સિવાય મિશ્રાએ એકે ભટનાગર પર ભ્રષ્ટાચારના કેટલાક આરોપ લગાવામાં આવ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે આ અંગેની પણ કેટલાક લોકોએ ફરિયાદ કરી છે.

આ અગાઉ પણ એનપી મિશ્રાએ લગાવ્યાં હતાં આરોપ

સીબીઆઇના અધિકારી એનપી મિશ્રાએ આ પહેલા છત્તીસગઢના પત્રકાર ઉમેશ રાજપૂતની હત્યા અને ભ્રષ્ટાચારના ઘણા આરોપ સીબીઆઇ અધિકારીઓ પર લગાવી ચૂક્યાં છે. પરંતુ એજન્સીએ આ બધા આરોપને નકારી દીધા હતા. આ સિવાય એનપી મિશ્રાએ પોતાના ટ્રાન્સફરને લઇને દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી જેની સુનાવણી 1લી ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.