Chadrayaan 2: જ્યાં વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહે

0
19

NASAએ શુક્રવારે પોતાના લૂનર ટોહી કેમેરાથી લેવામાં આવેલી હાઈ રીઝૉલ્યૂશન તસવીરો જાહેર કરી છે. નાસાએ ચંદ્રમાના એ ભાગની તસવીરો જાહેર કરી છે, જ્યાં ભારતે મિશન ચંદ્રયાનના લેન્ડર વિક્રમે લેન્ડિંગની કોશિશ કરી હતી. નાસાએ તસવીરો જાહેર કરીને જણાવ્યું કે લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. પરંતુ નાસાએ સાથે જ કહ્યુંકે લેન્ડર વિક્રમના સટીક સ્થાનની હજી સુધી ખબર નથી પડી.

લેન્ડર વિક્રમને શોધવાનો પ્રયાસ
ઈસરોએ ચંદ્રયાન-2ની સાથે વિક્રમ નામના લેન્ડરને મોકલ્યું હતું, ચંદ્રમાની ધરતી પર પહોંચતા પહેલા જ તેનો પણ ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. તેને ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પાસે ઉતરવાનું હતું પરંતુ તે તેમા સફળ ન થયું. નાસાના રીકૉન્સેન્સ ઑર્બિટરે આ અઠવાડિયે એ જગ્યાએથી ઉડાન ભરી હતી, જ્યાં પર લેન્ડર વિક્રમ હોવાની સંભાવના હતા. પરંતુ સૂરજની રોશની ઓછી હોવાના કારણે લેન્ડર વિક્રમ સરખું ને દેખાયું. જે બાદ નાસાએ તેની તસવીરો લીધી છે.

નાસાના લૂનર રીકૉન્સેન્સ ઑર્બિટરે ચંદ્રની સપાટી પાસેથી પસાર થતા આ તસવીરો લીધી છે.

વિક્રમ લેન્ડરે 7 સપ્ટેમ્બરે ઈસરો સાથે સંપર્ક ખોરવાયા પહેલા સિમ્પલિયન એન અને મંઝિનસ સી ક્રેટર્સ વચ્ચે એક નાના પેચ પર સોફ્ટ લેન્ડિંનો પ્રયાસ કર્યો હતો.

લેન્ડર વિક્રમને પૃથ્વીના 14 દિવસ માટે કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સૂર્ય અસ્ત અને ચંદ્રની રાત્રિ તેના ઉપકરણોને ફ્રીઝ ન કરી દે. આ સમય સીમા હવે આવી ગઈ છે, અને વિક્રમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.