રાજકોટમાં પાણીના પાઉચ પર મૂકાયો પ્રતિબંધ,

0
618
saurasthra-kutch/plastic-water-pouches-banned-in-rajkot-from-june
saurasthra-kutch/plastic-water-pouches-banned-in-rajkot-from-june

વેચનારાને થશે દંડપ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉછના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જેનો અમલ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજથી કરવામાં આવશેઆ અંગે રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીનીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉચનો ઉપયોગ ખુબ જ વધારે થાય છે. જેના કારણે લોકો દ્વારા પાણીના પાઉચનો શહેરની જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ ઉપર ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ ખલી પાણીના પાઉચ ડ્રેનેજ લાઇનમાં ફસાઈ જતા પાણી નિકાલની સમસ્યા સર્જાય છે.જાહેરનામું જાહેર કરવામાં આવ્યું જેમાં રાજકોટ શહેરના 48 જાહેર માર્ગો તથા રાજકોટ મહાનગરપાલિકાના બાગ-બગીચાઓ તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચનું વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જાહેરનામાનું ઉલ્લંધન કરનાર સામે પગલા લેવામાં આવશે, અને જરૂર જણાયે સીઆરપીસીની કલમ-133 હેઠળ જાહેર ન્યુસન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.