5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. બપોરે અઢી (2:35) વાગ્યે તેમનું અવસાન થયું હતું. આવતી કાલે તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.

વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડો. ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતાં. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ પોતાના વતનની યાદ તેમને ફરી એકવાર ભારત લઇ આવી. તેમણે અમદાવાદમાં આવી સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.