અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.જ્યારે 55 જણને ઈજા પહોંચી હતી.જે પૈકી 20 જણને દાંતા અને 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે .ઓવર સ્પીડને કારણે લકઝરી બસના ચાલકે બ્રેક મારતા જ ડ્રાઈવર સાઈડ પાછળનુ ટાયર ઊંચું થઈ જતાં પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.જોકે,અકસ્માતના ભોગ બનેલા 21 મૃતકોની ઓળખ થઇ છે.
આણંદ તાલુકાના આંકલાવ તાલુકાના પ્રવાસીઓ સોમવારે સાંજે લકઝરી બસમાં અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ જ્યારે ત્રિશુળિયા ઘાટ પાસેના અત્યંત ભયજનક હનુમાન મંદિર પાસેના વળાંકમાં યુ ટર્ન લઈ રહી હતી ત્યારે ઓવર સ્પીડ અને વરસાદને લીધે પાછલું વ્હિલ અધ્ધર થઇ જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો હતો અને બસ પલટી થઇ ગઇ હતી.જેમાં 21ના મોત થયા છે. જેમાં 3 મહિલા 14 પુરુષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે.દાંતા અને અંબાજીથી જેસીબી મંગાવી લક્ઝરી બસને ઉંચી કરવામાં આવી હતી અને એમાંથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.55 જેટલા મુસાફરોને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી 20 જણને દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે જ્યારે 35 જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા કલેકટર સંદિપ સાંગલે પણ તાત્કાલિક દાંતા પહોંચ્યા હતા.
બસમાં વધુ મુસાફર હોવાના કારણે તમામ લોકો બસ પલટી મારતાં જ દબાઈ ગયા હતા.મોઢા અને માથામાં ઈજા થવાના કારણે લોકોના મોત થયા હતા.બસને જેસીબીથી ઉંચકાતાં ખોફનાક દૃશ્ય હતુ.જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે 4 ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને અમદાવાદ રિફર કરાયા છે.અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું છે.ઓવર સ્પીડ અને વરસાદના કારણે ડ્રાઈવરે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હોવાનું કલેકટરે કહ્યું હતું.
કમનસીબ મૃતક
1 ધ્રુવલભાઈ રાજેશભાઈ સોલંકી બાળક ઉમર વર્ષ 4 ગામ ખડોલ
2 નયનાબેન કનુભાઈ સોલંકી ઉ.60 ગામ ખડોલ
3 ધવલ કુમાર રમેશભાઈ ઉ 30 ગામ આંકલાવ
4 જાન્વિબેન સુરેશભાઈ ગોહિલ ઉમર 8વર્ષ દાવૌલ ગામ
5 કિશોરકુમાર સોમાભાઈ ગોહિલ ઉ 30 દાવોલ ગામ
6 શંભુભાઈ રમેશભાઈ જાદવ ઉ .30 દાવોલ ગામ
7 રાજીવભાઈ હિંમતભાઈ પઠિયાર ખડોલ
8 ચંદુભાઈ ફતેભાઈ જાદવ ઉ 55 ખડોલ ગામ
9 ચેતના બેન જૈમીનભાઈ પટેલ ઉ 48 પુના સુરત માંડવી
10 પંકજકુમાર પૂનમભાઈ પઠિયાર ઉ .18 કનવાડી ગામ
11 હિતેશભાઈ અશોકભાઈ પઠિયાર, ઉંમર 32 અંબાવ
12 રાજેશ ચીમનભાઈ જાદવ ઉંમર 30 ખડોલ ગામ
13 રમેશભાઈ સનાભાઈ ઠાકોર ઉ 40 પામોલ ગામ
14 કાર્તિકભાઈ રમેશભાઈ ઠાકોર 12 વર્ષ પામોલગામ
15 સુરેશ ભાઈ કનુભાઈ ચૌહાણ ઉંમર 38વર્ષ કસુબાગામ
16 હિતેશભાઈ સંજયભાઈ પઠિયાર ઉ વર્ષ 15 સુદણ ગામ
17 રવિન્દ્રકુમાર સુરેશભાઈ ઉંમર 14 ગોહિલ સુદણ
18 જશોદાબેન રામાભાઈ ગોહિલ ઉંમર 60
19 કિશનકુમાર મંગલભાઈ પઠિયાર ઉ. 26 વર્ષ આંબાની ગામ
20 આલોકકુમાર રામાવતાર હસનપૂર જુલી ઉતર પ્રદેશ
21 અજાણ્યો પુરુષ