10 વર્ષ પહેલા સગીરાને ભગાડી ગયેલા વ્યક્તિની ધરપકડ

0
331
crime/after-10-year-of-marriage-man-arrested-for-eloping-minor
crime/after-10-year-of-marriage-man-arrested-for-eloping-minor

28 વર્ષની મીના અને યાદવે સપનામાંય નહીં વિચાર્યું હોય કે 10 વર્ષ પહેલાં કરેલી એક ભૂલ એમના સુખી પરિવારને અલગ કરી દેશે. મૂળ યુપીનો અને ગુજરાતમાં ક્રેન ડ્રાઈવર તરીકે કામ કરતા કુલદીપ યાદવ અને એ સમયે સાડા 17 વર્ષની મીનાએ 10 વર્ષ પહેલાં ભાગીને લગ્ન કરી લીધાં હતાં. બીજી બાજુ મીનાના પિતાએ કુલદીપ યાદવ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશને અપહરણનો કેસ દાખલ કર્યો હતો.મીનાને કુલદીપથી 5 બાળકો થયાં છે. આખો પરિવાર સુખી રીતે હિંમતનગરમાં રહેતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અચાનક જ તેમના દરવાજે આવી અને 10 વર્ષ પહેલાં સગીરાને ભગાડી જવાના કેસમાં કુલદીપની ધરપકડ કરી લીધી. પોલીસે કહ્યું કે અપહરણ અને રેપના ચાર્જિસ હોવાથી મીનાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે.ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સપેક્ટર ડી.કે. ચૌધરીએ કહ્યું કે, “યાદવની ધરપકડ કરી તેને ઓઢવ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. મીનાના મા-બાપને ફોન કરીને બોલાવી લેવામા આવ્યા છે અને મીનાની દેખભાળ રાખવા કહેવામા આવ્યું છે. જો કે ક્યાં જવું તે મીનાએ ખુદ નક્કી કરવાનું છે.” વધુમાં તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલાં મીનાને યાદવ મળ્યો હતો, બંને વચ્ચે પ્રેમ થઈ જતાં તેઓ ભાગી ગયાં હતાં.ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે યાદવે મીના સાથે લગ્ન કર્યા બાદ બંને રાજકોટમાં રહેવા જતા રહ્યા હતા. ક્રેન ડ્રાઈવર તરીકે તે નોકરી કરતો હતો. બાદમાં તે પોતાના વતન ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો, પાંચ વર્ષ ત્યાં વિતાવ્યા બાદ પરત ગુજરાત ફર્યા હતા અને હિંમતનગરમાં રહેવા લાગ્યા હતા. મળેલી બાતમીના આધારે યાદવ અને મીના ક્યાં રહે છે તે અંગે માહિતી મળી હતી.