અ’વાદઃ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કોર્પોરેશનની લાલ આંખ, ઠેર-ઠેર પડશે દરોડા

0
381
Ahmedabad to get tough on plastics on World Environment Day
Ahmedabad to get tough on plastics on World Environment Day

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો પર વધુ કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. પ્લાસ્ટિકના કપમાં ચા આપતા ટી સ્ટોલ, મસાલા કે તમાકુને પ્લાસ્ટિકમાં લપેટીને આપતા દુકાનદારોને ત્યાં કોર્પોરેશન દ્વારા રેડ પાડવામાં આવી શકે છે. કોર્પોરેશને તમામ ઝોનલ ઑફિસને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તેનો નાશ કરવા માટે સૂચના આપી દીધી છે. ટી સ્ટોલ, મેડિકલ સ્ટોર, પાનના ગલ્લા, શાકભાજી વેચતા લારીવાળા તથા દુકાનદારોને ત્યાં દરોડા પાડવામાં આવી શકે છે.40 માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિક કે જેનો માત્ર એક વાર જ ઉપયોગ થઈ શકે તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 13493 લોકોને પહેલેથી જ નોટિસ ફટકારી દેવામાં આવી છે. કોર્પોરેશને 3295 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ જપ્ત કરી છે અને દંડ પેટે કુલ 42.82 લાખ એકઠા કર્યા છે. મોલ અને સુપરમાર્કેટને પણ એક વાર જ ઉપયોગમાં લઈ શકાય તેવી પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરવા સૂચના આપી દેવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમારે કહ્યું કે, “પર્યાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે તેવા પ્લાસ્ટિક પર મંગળવારથી પ્રેક્ટિકલી પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.” ઉપરાંત પહેલા ચરણમાં શહેરના વિવિધ 12 ઠેકાણે પ્લાસ્ટિક રિસાયક્લિંગ એટીએમ લગાવવામાં આવશે, જ્યાં લોકો સ્વેચ્છાએ પ્લાસ્ટિક બોટલ નાખવા આવશે અને બોટલ જમા કરાવવાના બદલામાં તેમને પૈસા આપવામા આવશે.આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે બ્લુ વ્હિકલ લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે. વધુમાં મુકેશ કુમારે જણાવ્યું કે અમારી ટીમે જીવના જોખમે ગટરની અંદરથી તમાકુ-મસાલાના પ્લાસ્ટિક કવર, ચાના પ્લાસ્ટિકના કપ સહિતનો કેટલોય ટન કચરો બહાર કાઢ્યો છે. વેસ્ટ મેનેજમેન્ટ એક્સપર્ટ ફાની ત્રિવેદીએ કહ્યું કે, “પ્રાપ્તિસ્થાનથી જ વિવિધ કચરાને અલગ કરવો જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશને સૂકા અને ભીના કચરાને બદલે બાયોડિગ્રેડેબલ અથવા નોન-બાયોડિગ્રેડેબલ કચરાને અલગ તારવવો જોઈએત્રિવેદીએ કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી ગ્રીન અને બ્લુ કચરાપેટી એક જ ઢાકણાવાળી હોવી જોઈએ જેથી લોકોને કચરો નાખતી વખતે જ ખ્યાલ આવી શકે કે કઈ કચરાપેટીમાં કચરો ફેંકવાનો છે. તાજેતરમાં જ કેટલીક એનજીઓએ ચાંદખેડા અને સીજી રોડ સહિતના કેટલાક વિસ્તારમાં પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ ચલાવી હતી, જે અંતર્ગત અમદાવાદના મેયર ગૌતમ શાહે ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ મિનિ મેરેથોનને લીલી ઝંડી બતાવી હતી.