ગામડાંના વિદ્યાર્થીઓ માટે ૨૫૦૦ બસની વ્યવસ્થા કરવાનું શિવસેનાનું વચન

0
13

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે શિવસેનાનું વચનનામું પ્રકાશિત કરતી વેળા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે મેટ્રો કારશેડ માટે આરે કૉલોનીમાં વૃક્ષો કાપવાની પળોજણ માટે ફક્ત શિવસેનાને જવાબદાર ગણવાને બદલે તમામ રાજકીય પક્ષોએ એમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. શિવસેનાના ચૂંટણીઢંઢેરામાં સરકારી તિજોરી પર બોજ નાખે એવાં કેટલાંક વચનો આપવામાં આવ્યાં છે. લોકો માટે ધ્યાનાકર્ષક વચનોમાં આર્થિક પછાત ખેડૂતોને ૧૦,૦૦૦ રૂપિયાની સહાય અને ખાતરના ભાવ પાંચ વર્ષ સુધી એક જ દર પર સ્થિર કરવાનાં વચનોનો સમાવેશ છે.

ચૂંટણીઢંઢેરામાં ૩૦૦ યુનિટ્સ સુધી વીજળીનાં બિલોમાં ૩૦ ટકા ડિસ્કાઉન્ટ અને ગામડાંમાં વસતા શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ માટે તાલુકા સ્તરે ૨૫૦૦ બસની વ્યવસ્થા, આર્થિક પછાત વર્ગની વિદ્યાર્થિનીઓ માટે મફત શિક્ષણ, સ્નાતકો માટે નોકરીઓમાં ૧૫ લાખ અપ્રેન્ટિસશિપ્સ તેમ જ ૩૫ વર્ષ સુધીના યુવાનો માટે મ્હાડા અને સિડકોની હાઉસિંગ લૉટરીઓમાં તથા એમઆઇડીસીમાં ધંધો શરૂ કરવામાં બે ટકા અનામતનાં વચનો આપવામાં આવ્યા છે