અમદાવાદ: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાન ૧૨ ડીગ્રીથી નીચે નોંધાયું છે, ત્યારે હજુ ૨૫મી જાન્યુઆરી બાદ ઠંડીનુ જોર વધશે પરંતુ ત્યારબાદ ફરીવાર એક માવઠુ વરસવાની વકી છે. ૨જી થી ૩જી જાન્યુઆરીની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા આગામી ૨૫મી ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં પારો સિંગલ આંકડામાં પહોંચે એવી શક્યતાઓ સેવવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે, પરંતુ આગામી ૨૫મી ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. અને લધુત્તમ તાપમાનનો પારો તળીયે પહોંચી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડ વેવની અસર જોવા મળશે, જેથી હાલમાં ઠંડીનું મોજું જળવાઇ રહેશે.