સુરતઃ સેલ્ફીના ચક્કરમાં 4 યુવાનો રાંદેર કોઝ વેમાં પડ્યા, 2ના મોત અન્ય ગંભીર

0
245
gujarat-news/south-gujarat/four-teens-falls-in-causeway-while-taking-selfie-two-dead-two-under-treatment
gujarat-news/south-gujarat/four-teens-falls-in-causeway-while-taking-selfie-two-dead-two-under-treatment

સેલ્ફીનો શોખ જીવલેણ સાબીત થાય છે તે અનેકવાર પુરવાર થઈ ચૂક્યું છે તેમ છતા કેટલાક લોકો ગફલતમાં રહી જાય છે. ત્યારે સુરતના રાંદેર ખાતે આવેલ કોઝ-વેમાં ચાર મિત્રો ફરવા ગયા હતા જે દરમિયાન સેલ્ફી લેવાના પ્રયાસમાં કોઝવેમાં પડી ગયા હતા. પાણીનું વહેણ વધુ હોવાથી ડુબવા લાગ્યા હતા. આ અકસ્માતમાં ડૂબી જવાના કારણે 2ના મોત થયા હતા જ્યારે અન્ય બે યુવાનોની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.રાંદેર કોઝ વે ખાતે ફરવા ગયેલા ચાર મિત્રો કોઝ વેના કીનારે બાંધવામાં આવેલ દોરી પકડીને સેલ્ફી લઈ રહ્યા હતા. જે દરમિયાન દોરી તૂટી જા બે યુવકો પાણીમાં પડ્યા હતા. જેને બચાવવા અન્ય બે યુવાનો પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ચારેય મિત્રો એક પછી એક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. અને બચાવો બચાવોની બુમાબુમ કરી રહ્યા હતા. જેથી ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતા તેમણે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા બે યુવાનને બચાવવામાં સફળતા મળી હતી.તમામ યુવાનો સુરતના નવાપુરામાં આવેલ હબિબશાહ રોડ પરના રહેવાસી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ડૂબતા કિશોરો એસ્સાર સ્ટીલની ક્રેનના ઓપરેટર સુરજદેવ સિંહે(50) પોતાના જીવની પરવાહ કર્યા વગર બચાવ્યા હતા. તેમણે કહ્યું કે બે યુવાનોને તો બચાવી શક્યો પરંતુ અન્ય બે યુવાનોને ન બચાવી શક્યાનો અફસોસ જીવનભર રહેશે. જ્યારે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હર્ષદ ભાવસારે(47) પણ 2 કિશોરોને બચાવવામાં મદદ કરી હતી.