અમદાવાદ: શહેરમાં પોલીસે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતા બે શખ્સોની ધરપકડ કરીને પોલીસે ડુપ્લિકેટ લાઇસન્સ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે ૧૯ ડ્રાઇવિંગ લાઈસન્સ પણ કબ્જે કર્યા છે. સાથોસાથ ૫ આધાર કાર્ડ, પાનકાર્ડ ૩ અને બનાવટી લાયસન્સ બનાવવા માટે વપરાતા ચિપ વાળા કાર્ડ અને ચિપ વગરના ૨૦ કાર્ડ પણ કબ્જે કર્યા હતા પોલીસે અફસરૂલ શેખ અને મારુ અફરૂલ્લાને ઝડપી પાડીને તપાસ કરતા પ્લાસ્ટિક કવર સાથે ૮૫ વ્યક્તિઓના પાસપોર્ટ ફોટો પણ મળી આવ્યા હતા. અત્યાર સુધીમાં ૩૯ જેટલા લોકોને આ બન્ને શખસોએ બનાવટી ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવી આપ્યા હતા. મહત્ત્વનું છે કે ટૂ વ્હિલર લાઈસન્સ બનાવવા માટે આરોપીઓ ૨૫૦૦ રૂપિયા અને કારના ડુપ્લિકેટ લાઈસન્સ બનાવવા માટે ૫ હજાર રૂપિયા પડાવતા હતા.