અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીએ વધુ એક બેઠક જીતી

0
18
અમદાવાદમાં કૉંગ્રેસની બેઠક ઘટીને 24 થઈ, ભારતીય જનતા પાર્ટી 160 બેઠક પર વિજેતા, 7 બેઠક ઓવૈસીની AIMIM પાર્ટીના ફાળે, એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા.
અમદાવાદમાં કૉંગ્રેસની બેઠક ઘટીને 24 થઈ, ભારતીય જનતા પાર્ટી 160 બેઠક પર વિજેતા, 7 બેઠક ઓવૈસીની AIMIM પાર્ટીના ફાળે, એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા.

અમદાવાદ: 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ 23મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ભારતીય જનતા પાર્ટીએ 159 બેઠક જીતી હતી. જોકે, એક બેઠક પર એક રાઉન્ડના મત ન ગણાયા હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચ તરફથી હવે વધુ એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર એ આવી રહ્યા છે કે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. આવું ન કરવામાં આવે તો કેટલાક કાઉન્સિલરો પક્ષ છોડી શકે છે. મળતી માહિતી પ્રમાણે કુબેરનગરની એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. ચૂંટણી પંચ તરફથી કુબેરનગરના ગીતાબા જાડેજાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપનું કુલ સંખ્યાબળ 160 થયું છે. જ્યારે કૉંગ્રેસની એક બેઠક ઘટી છે. કૉંગ્રેસના વિજેતા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર જગદીશ મોહનની હાર થઈ છે.