PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજીત સૈન્ય વડાઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. સવારે દિલ્હીથી વિમાન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. અને બાદમાં તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટથી કેવડિયા પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી તેઓ નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેઓ હેલિપેડથી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. જ્યાં તેઓ કૉન્ફરન્સને સંબોધન કરશે. આર્મી-ડિફેન્સના અધિકારીઓને દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા હતા, જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા. હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા હતા. ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલિકોપ્ટરોની અવારજવર સાથે, સંરક્ષણ મંત્રી, પીએમ અને દેશની સુરક્ષાને સંભાળતા ત્રણેય વડાઓ હાજર હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.