અમદાવાદ: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે શુક્રવારે ટી-૨૦ ઈન્ટરનેશનલ સિરીઝની પ્રથમ વન-ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની બીજી મેચ ૧૪મીએ, ત્રીજી મેચ ૧૬મીએ, ચોથી ૧૮મીએ અને અંતિમ મેચ ૨૦મી માર્ચે રમાશે. ઇંગ્લૅન્ડની ટીમ ૩-૧થી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં હારી હતી આથી ટી-૨૦ અને તે પછીની વન-ડે સિરીઝમાં જીતવા પ્રયત્નશીલ રહેશે તે સ્વાભાવિક છે.બીજી બાજુ ભારત જીતનો દોર ચાલુ રાખવા આક્રમતાથી આગળ વધશે આથી ટી-૨૦ જંગ ખૂબ જ રસપ્રદ રહેશે તેવું કહી શકાય છે.ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું હતું કે રોહિત શર્મા અને કે. એલ. રાહુલ ઓપનીંગ કરશે. તેમણે કહ્યું કે, ‘કે. એલ. રાહુલ અને રોહિત ઓપનિંગમાં સતત સારો દેખાવ કરી રહ્યા છે અને આ બંને ઓપનિંગ જોડી રહેશે. રોહિતને આરામ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થશે તો શિખર ધવનને તક મળી શકે છે.’આર. અશ્ર્વિન કમબેક કરશે કે કેમ તે બાબતમાં પ્રશ્ર્ન પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, ‘વોશિંગ્ટન સારું રમી રહ્યો છે. આથી એક જ પોઝિશન પર બે સ્પીનરને તક નહીં મળે તે સ્વાભાવિક છે.’મોટેરા ટ્રેક ફલેટ હોવાથી બંને ટીમના આક્રમક બેટ્સમેનને રનનો ઢગલો કરવાની તક મળશે. ભારતના રોહિત, ઋષભ પંત અને હાર્દિક પંડયા સામે છેડેના ઇંગ્લૅન્ડના મોર્ગન, બૅન સ્ટોકસ, બટલર, ડેવિડ માલન, જેસન રોયની બાલિંગને બરાબર ઝૂડશે જે દૃશ્ય જોવા જેવું રહેશે. ભારતના બોલર્સમાં ટી. નટરાજન ઉપલબ્ધ નહીં હોવાથી ભૂવનેશ્ર્વર કુમાર અને યુજવેન્દ્ર ચહલ મુખ્ય ભૂમિકા ભજવશે. વૉશિંગ્ટન સુધર, અક્ષર પટેલ પણ ઉપયોગી રહેશે.ઇંગ્લૅન્ડ પાસે સ્ટોકસ, સામ કુરાન અને મોઈન અલી જેવા ઓલરાઉન્ડર્સ છે. જે ગેઈમ ચેન્જર્સ બનવા માટે સક્ષમ છે. ફાસ્ટ બોલર્સ જોફ્રી આર્ચર, માર્ક વૂડ, ક્રિસ જોર્ડન અને સ્પીનર આદિલ રશીદ ભારત બેટ્સમેનને મૂંઝવશે તેવું માનવામાં આવે છે.