નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,62,927 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 5,84,055 કેસ નોંધાયેલા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,22,21,665 થઈ છે. બીજી તરફ 1,14,74,683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.9 ટકા, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,25,681 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યાર સુધી દેશમાં 6,51,17,896 લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે.બુધવારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,360 કેસ નોંધાયા છે. જેની સામે 2,004 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,519 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે. અત્યાર સુધીમાં 49,45,649 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 6,65,395 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.