મુંબઈ : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. કોરોનાની નવી સ્પીડ પડકાર બનીને સામે આવી છે. દેશમાં પ્રથમ વખત 24 કલાકની અંદર એક લાખથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. સોમવારે ભારતમાં કોરોના વાયરસના 1.03 લાખ કેસ સામે આવ્યા છે.આ આંકડા રાજ્યો દ્વારા રજૂ કરેલા આંકડાઓ અનુસાર છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ આવવાના બાકી છે. દેશમાં આનાથી પહેલા 16 સપ્ટેમ્બર 2020માં સૌથી વધારે કેસ સામે આવ્યા હતા, ત્યારે એક દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ રેકોર્ડ તેજીથી વધી રહ્યાં છે. પાછલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 57 હજારથી વધારે કેસ સામે આવ્યા અને 222 લોકોના મોત થયા. આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના 57,074 નવા કેસ સામે આવ્યા, જે કોઈ એક દિવસમાં રાજ્યમાં સૌથી વધારે સંખ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સંક્રમણના કુલ 30,10,597 કેસ સામે આવી ચૂક્યા છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા વધીને 55,878 સુધી પહોંચી ગઈ છે. મુંબઈ શહેરમાં રવિવારે કોવિડ-19ના એક દિવસમાં સૌથી વધારે 11,206 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડના 4,30,503 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે રવિવારે 27,508 દર્દીઓએ સંક્રમણયુક્ત થયા પછી હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે, જેના સાથે જ કુલ 25,22,823 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.