ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12.64 લાખથી વધુ, રિકવરી રેટમાં પણ ચિંતાજનક ઘટાડો નોંધાયો
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ નું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સતત બીજા દિવસે 1.60 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ ચિંતા મહારાષ્ટ્રે ઊભી કરી છે. મહારાષ્ટ્ર માં 24 કલાકમાં 51 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક પણ સતત વધતો જઈ રહ્યો છે. નોંધનીય છે કે, દેશના 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં રિકવરી રેટ (Corona Active Cases) હવે 90 ટકાની નીચે પહોંચી ગયો છે. સૌથી ખરાબ રિકવરી રેટ છત્તીસગઢમાં 77.3 ટકા છે. દેશમાં કોરોનાની ગતિ ભયાનક બની રહી છે. સોમવારે 1 લાખ 60 હજાર 694 નવા દર્દી મળી આવ્યા હતા. 96,727 સાજા થયા અને 880 લોકો મૃત્યુ પામ્યા. આ સતત બીજો દિવસ હતો, જ્યારે 1 લાખ 60 હજારમાંથી નવા દર્દીઓ વધુ મળ્યા. એક દિવસ પહેલાં રવિવારે 1 લાખ 59 હજાર 914 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.22 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 71 હજાર 89 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસ, એટલે કે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એની સંખ્યા આ મહિનાના 12 દિવસમાં 6 લાખ 78 હજાર 519 વધુ નોંધાયા છે. 1 એપ્રિલે 5 લાખ 80 હજાર 387 એક્ટિવ કેસ હતા, જે હવે વધીને 12 લાખ 58 હજાર 906 થઈ ગયા છે. સોમવારે એ વધીને 62,946 પર પહોંચી ગયા છે. દેશમાં કોરોનાની બીજી લહેરની અસર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. જો સૂત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના ઘણા સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતી રૂપે સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમામ ન્યાયાધીશો તેમના પોતાના નિવાસસ્થાનથી કાર્ય કરશે. આ દરમિયાન કોર્ટની વિવિધ બેંચ નિર્ધારિત સમયથી એક કલાક મોડી બેસશે અને સુનાવણી કરશેદિલ્હીના આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે રાજ્યમાં કોરોના કેસ નવા સ્તરે પહોંચ્યા છે. દરેકને વિનંતી છે કે જ્યારે જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. અમે સતત બેડ વધારી રહ્યા છીએ. છેલ્લા એક અઠવાડિયામાં 5,000 બેડ વધારી દીધાં છે, આજે પણ 50% બેડ ઉપલબ્ધ છે, અમે એને હજી પણ વધારી રહ્યા છીએડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 14 એપ્રિલે કોરોના અને વેક્સિનેશન મુદ્દે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશેઅમદાવાદનો સાબરમતી આશ્રમ કોરોનાના વધતા જતા કેસોને જોતાં 13 એપ્રિલથી મુલાકાતીઓ માટે બંધ રહેશે રાજસ્થાનમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 6-7 ધોરણનાં બાળકોને આગળના વર્ગમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હરિયાણામાં સોમવારે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ આગામી આદેશ સુધી ચાલુ રહેશે