દિલ્હીમાં આજથી નાઇટ કર્ફ્યૂ, રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ

0
39
દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે.
દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે.

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસનું સંક્રમણ હવે બેકાબૂ થઈ ગયું છે. વધી રહેલા કેસોને જોઈને દિલ્હી સરકારે શહેરમાં નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી સરકારે રાજધાનીમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. આ આદેશ 30મી એપ્રિલ સુધી લાગૂ રહેશે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની ગતિવિધિ પ્રતિબંધિત રહેશે. સાથે જ અવરજવર પર પ્રતિબંધ રહેશે.દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક પ્રભાવથી લાગૂ થશે. જોકે, જીવન જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ટેસ્ટનો પોઝિટિવ રેટ પણ પાંચ ટકાથી ઉપર ચાલ્યો ગયો છે, આને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જણાવ્યું હતું કે, દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે. જોકે, લૉકડાઉન લગાવવાનો કોઈ વિચાર નથી.