ભારતીય જનતા પાર્ટી વલણમાં કૉંગ્રેસ ગઠબંધનથી ક્યાંય આગળ, સતત બીજી ટર્મ ભાજપની સરકાર બનશે
દિસપુર : વિધાનસભાની ચૂંટણીમાં બંગાળમાં ભલે ભારતીય જનતા પાર્ટીને ધાર્યુ પરિણામ ન મળ્યું પરંતુ આ પરિણામોથી ભાજપના કાર્યકરોએ નાખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી દેશના પૂર્વોત્તર રાજ્ય આસામ Assam જ્યાંથી સરકાર બનાવવાની શરૂઆત કરી ત્યાં ફરી ઐતિહાસિક જીત મેળવવા જઈ રહી છે. અહીંયા વલણોમાં ભાજપની જીત સ્પષ્ટ છે. ભાજપ મોટી બહુમતી સાથે અહીંયા સરકાર બનાવશે. શરૂઆતના વલણમાં ભાજપ 80 સીટમાં આગળ હતી. જ્યારે ગઠબંધનની કૉંગ્રેસ પાર્ટી ઘણી પાછળ છે. આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલે સરાકર રચવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી દીધો છે.શરૂઆતના વલણ બાદ રાજ્યની સોનોવાલ સરકાર ફરીથી સત્તામાં વાપસી કરી રહી છે. વર્ષ 2016માં ભારતીય જનતા પાર્ટીએ 60 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી અને સરકાર રચી હતી ત્યારે ફરી એક વાર ભાજપની અહીંયા જીત થવા જઈ રહી છે. જોકે, આસામમાં મુખ્યમંત્રી બનવા માટે કોને ભાજપ આગળ ધરશે તેના પર રહસ્ય છે.વરિષ્ઠ નેતા હેમંતા બીશ્વા અને સરબાનંદ સોનોવાલ વચ્ચે આ પદ માટે ખેંચતાણ છે. ભારતીય જનતા પાર્ટી માટે આસામની જીત મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીંયા ન ફક્ત પક્ષનો જનાધાર વધ્યો છે પરંતુ પૂર્વોત્તરના કિલ્લાના પ્રવેશ દ્વાર પર વિજય કૂચ જારી રહી છે. ભાજપે આસામ જીત્યા પછી ત્રિપુરા, મણીપુર, મિઝોરમ વગેરે જેવા રાજ્યોમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.