અરુણ ગોવિલ, પિકા ચીખલિયા ટોપીવાલા અને સુનિલ લાહરીએ આ એમએક્સ ઓરિજિનલ સિરીઝ માટે સરાહના કરી
1990માં રવિવારની સવારો પરિવાર અને મિત્રો સાથે ટેલિવિઝન પર રામાનંદ સાગરની રામાયણ અચૂક જોવાની એવો નિયમ બની ગયો હતો. દરેક વ્યક્તિની આ પૌરાણિક ગાથા અને ડાન્સ ડ્રામા, રામલીલા હોય કે પૌરાણિક શો કે ફિલ્મો હોય, આ વાક્તા ઘણી બધી રીતે કથન કરાઈ હોવાથી વિવિધ યાદો કે અનુભવો ધરાવે છે, જે પ્રાચીન સાહિત્યના લખાણો સાથે અજોડ સંબંધ ધરાવે છે.યુવાનો અને વૃદ્ધ દર્શકો માટે આ જૂના યુગની વાર્તા ફરીથી કથન કરશે આગામી કુનાલ કોહલીના દિગ્દર્શન હેઠળની એમએક્સ ઓરિજિનલ સિરીઝ રામયુગવિશાળ કેન્વાસ અને તેના ભવ્ય વિઝયુઅલ્સ સાથે મઢેલા આ શોને રામાયણના મૂળ કલાકારો અરુણ ગોવિલ, દીપિકા ચીખલિયા ટોપીવાલા અને સુનિલ લાહરી સાથે દેશભરમાં દર્શકો પાસેથી ઉત્તમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, જેઓ એમએક્સ પ્લેયર પર આ શો જોવા માટે ભારે ઉત્સુક છે.અરુણ ગોવિલ આ વિશે કહે છે, “ટેકનોલોજીના અદભુત ઉપયોગ સાથે એમએક્સ પ્લેયરની રામયુગનું ટ્રેઈલર જોઈને ખરેખર બહુ મજા આવી. ખાસ કરીને કુનાલ કોહલીના દિગ્દર્શનમાં આજના સમયમાં મારાં અત્યંત વહાલા પાત્રમાંથી એક રામને જોવાનું બહુ સારું લાગ્યું. વળી, આ વર્ઝન ઓરિજિનલની જેમ જ પરિવારને ટેલિવિઝન શો જોવા માટે એકત્ર લાવતાં જોવાની મને વધુ ખુશી થશે.”દીપિકા ચીખલિયા ટોપીવાલા કહે છે, “થોડાં વર્ષો પૂર્વે નવા યુગમાં રામાયણ ફરીથી નિર્માણ કરવા મારા મિત્ર જોડે વાત કરી તે આજે પણ યાદ છે અને રામયુગનું ટ્રેલર આ ઉત્તમ રીતે શક્ય બનાવશે એવું લાગે છે. રામાનંદ સાગરની રામાયણ માટે અમારા શૂટ દરમિયાન સીતાનું જીવન જીવીને મને શક્તિ અને ધીરજ મળ્યાં, પરંતુ રામયુગનું ટ્રેલર જોઈને મને મારું પાત્ર ફરીથી યાદ આવી ગયું. એમએક્સ પ્લેયર પર શો જોવાની ઉત્સુકતા છે.”
“1980-90માં વાર્તાકથન એટલે પરિવાર (મિત્રો, સંબંધીઓ, પાડોશીઓ અને અણધાર્યા અજ્ઞાત મહેમાનો) સાથેનું રવિવારનું સત્ર એકત્ર ટેલિવિઝન સામે બેસીને શો જોવાનું હતું. અમારા શો રામાયણનો આ અદભુત પ્રભાવ હતો. રામાયણ સાથે ઘણી બધી ભાવનાઓ જોડાયેલી છે, જે ગત સમયમાં અને આજના સમયમાં પણ તેટલું જ સાર્થક છે. હવે તે જ શો આટલા મોટા પાયા પર નિર્માણ કરવામાં આવશે એવી કલ્પના ત્યારે કોઈએ કરી નહીં હોઈ શકે, જે એમએક્સ પ્લેયરના રામયુગમાં ભવ્ય વિઝયુઅલ્સ પરથી જોઈ શકાય છે. ખાસ કરીને પૌરાણિક વાર્તાના આધુનિક દિવસનું વાર્તાકથન કરવામાં આવે ત્યારે આપણે પથદર્શક અવસરમાંથી પસાર થઈ રહ્યા છીએ એમ મને લાગે છે, ” એમ સુનિલ લાહરીએ જણાવ્યું હતું.
એમએક્સ ઓરિજિનલ સિરીઝ 6ઠ્ઠી મેએ ડિજિટલ સ્ક્રીન પર રજૂ કરવામાં આવનારી પ્રથમ પૌરાણિક વેબ સિરીઝ છે, જેના બધા એપિસોડ મફતમાં ફક્ત એમએક્સ પ્લેયર પર જોઈ શકાશે.